ગાંધીનગરઃ રાજ્યમાં હજુ પાંચ દિવસ સામાન્ય વરસાદ વરસશે. હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારમાં સામાન્ય વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગના મતે હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી પરંતુ અરબી સમુદ્રમાં વરસાદી એક્ટિવિટીની અસર જોવા મળી છે.
હવામાન વિભાગના અનુસાર આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યના કેટલાક વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસશે તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે મન મૂકીને મેઘરાજા વરસશે. જો કે, અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
ટ્રાફિક નિયમો તોડતા પહેલા ચેતજો, હવે થશે સીધી FIR, જાણો નવા નિયમો વિશે
Ahmedabad : રાજ્યમાં ટ્રાફિકના નિયમોની અમલવારીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હવે ઈ-ટ્રાફિક કોર્ટ (E-Traffic Court) શરૂ થશે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે સંકેત આપ્યા છે કે રાજ્યમાં ટૂંક જ સમયમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ થશે. ઈ-ટ્રાફિક કોર્ટમાં ટ્રાફિક નિયમો તોડનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ હવે ટ્રાફિક નિયમો તોડનારાઓને ઇ-મેમો સાથે તેમની સામે FIR પણ દાખલ કરવામાં આવશે. અને જો ઈ-મેમોની દંડની રકમ ભરવામાં નહીં આવે તો ઈ-ટ્રાફિક કોર્ટમાં આવા નાગરિકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
ઈ-મેમોના દંડની રકમની ભરપાઇ મુદ્દે થયેલી જાહેર હિતની અરજીની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે ઈ-ટ્રાફિક કોર્ટની બાબત સ્પષ્ટ કરી છે. ઈ-ટ્રાફિક કોર્ટ, ઇ-મેમોના દંડની રકમ અને પ્રોસીક્યુશન મુદ્દે હાઇકોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે.
જાહેરહિતની અરજીમાં અરજદારે 120 કરોડના દંડની વસુલાત નહીં થઇ હોવણી રજૂઆત કરી છે. જો 6 મહિના સુધી પ્રોસિક્યુશન દાખલ ના થાય તો ઈ-મેમો પર કાર્યવાહી ન થઈ શકે એવી સ્થિતિ હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે. આ અંગે વધુ સુનાવણી આગામી 1 જુલાઈએ કરવામાં આવશે.