અમદાવાદઃ ગુજરાતમાં હજુ સત્તાવાર રીતે ચોમાસુ જામ્યું નથી પણ ધોધમાર વરસાદ પડવા માંડ્યો છે. આ ક્રમ હજુ ચાલુ જ રહેશે ને રાજ્યમાં આગામી આગામી 13 જૂન અને 14 જૂને વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, રાજકોટ તેમજ બોટાદમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.


હવામાન વિભાગની માહિતી  પ્રમાણે બંગાળી ખાડીમાં લૉ પ્રેશર ઊભું થવાના કારણે આગામી પાંચ દિવસ રાજ્યમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટ જોવા મળશે અને તેના કારણે વીજળીના કડાકા-ભડાકા સાથે જોરદાર વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 14 જૂને રોજ સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તે સિવાય ગુજરાતના મોટાભાગના શહેરોમાં વરસાદ પડી શકે છે. જેના સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આગામી 14 જૂન સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ સાથે 40 કિ.મીની ઝડપથી પવન ફૂંકાવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હાલની સ્થિતિ જોતાં આગામી સમયમાં પણ હજુ બે દિવસ સુધી વરસાદી માહોલ રહી શકે છે.