વેરાવળઃ રાજનીતિના ચાણક્યના ઉપનામથી રાજનીતિમાં પોતાની આગવી છાપ ધરાવતા હાલના કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતના ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી એવા અમિત શાહનો આજે જન્મ દિવસ છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓ, કાર્યકર્તાઓ દ્વારા અમિત શાહને જન્મ દિવસની શુભકામના પાઠવવામાં આવી છે.
અમિત શાહ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી હોય આજે તેમના જન્મદિવસ નીમીતે સોમનાથ મહાદેવને વિશેષ પૂજા કરવામાં આવી હતી. આજે સોમનાથ મંદિર ખાતે અમિત શાહના નિરામય આરોગ્ય અને દીર્ઘાયુષ્ય માટે તીર્થ પુરોહિતો દ્વારા મહામ્રુત્યુંજય જાપ, આયુષ્યમંત્ર જાપ, સાથે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરના હસ્તે મહાપૂજા કરવામાં આવી હતી.
અમિત શાહનો જન્મ 1964માં મુંબઈ ખાતે થયો હતો. તેમનું મુળ ગામ ગાંધીનગર જિલ્લાનું માણસા છે. તેઓ ખૂબ જ નાની ઉંમરથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયા હતા. તેઓ 1984-85 માં ABVP સાથે સંકળાયા હતા. તેમની કાર્યક્ષમતા અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ઘનીષ્ઠ સંબંધ સ્થાપિત કરવાની ક્ષમતા અને સંગઠનાત્મક સુઝબૂઝને કારણે પાર્ટીમાં તેમની એક અલગ ઓળખ સ્થાપિત કરી છે. રામજન્મભૂમિ આંદોલન અને એક્તાયાત્રામાં લોકો મોટા પ્રમાણમાં એકત્રિત કરીને એકતાયાત્રા સફળ બનાવી હતી. 1987માં અમદાવાદની સરખેજ બેઠક પરથી (પેટા ચૂંટણીમાં) ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે 1998, 2002 અને 2007 જીત્યા હતા.
ગૃહ મંત્રી અમિતા શાહના જન્મદિવસ પર સોમનાથ મહાદેવને વિશેષ પૂજા કરવામાં આવી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Oct 2020 12:30 PM (IST)
તીર્થ પુરોહિતો દ્વારા મહામ્રુત્યુંજય જાપ, આયુષ્યમંત્ર જાપ, સાથે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરના હસ્તે મહાપૂજા કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -