ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ સ્થળે ગરબાનાં જાહેર આયોજનને મંજૂરી નહીં આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે પાર્ટી પ્લોટમાં તો આયોજન કરી જ નહીં શકાય પણ શેરી ગરબા પણ નહીં યોજી શકાય.


આજે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિ તથા અન્ય તહેવારો માચે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ મારગદર્શિકા અનુસાર અનુસાર રાજ્યમાં કોઇપણ ગરબાનું જાહેરમાં આયોજન કરી શકાશે નહીં પણ નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે. જો કે માતાજીના ફોટા કે કે મૂર્તિને ચરણ સ્પર્શ કરી શકાશે નહીં. પ્રસાદ વિતરણ પણ નહીં કરી શકાય. આ પૂજા-આરતીમાં 200થી વધુ વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે નહીં. આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે. આ માર્ગદર્શિકાનો અમલ 16 ઓક્ટોબરથી કરવાનો રહેશે.

માતાજીની પૂજા-આરતી સમયે છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ રાખવું પડસે અને તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે. તમામ લોકોએ સમગ્ર પૂજા-આરતી દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે. થર્મલ સ્કેનર, સેનીટાઇઝર સાથે ઓકસીમીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનીટાઇઝ કરવાના રહેશે. 65 વર્ષથી વધુ વયના સીનિયર સિટિઝન્સ, 10 વર્ષથી નીચેની વયના બાળકો, સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે તે હિતાવહ છે એવી સલાહ પણ આપવામાં આવી છે.