ગાંધીનગરઃ રાજ્યમાં આગામી બે દિવસ સૌરાષ્ટ્ર- કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને કચ્છમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બે દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.


રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત છે.  પાંચ શહેરમાં 43 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયુ હતું. બે દિવસ કાળઝાળ ગરમીને પગલે અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ગાંધીનગર,પાટણ, સુરેંદ્રનગર, બોટાદ, અમરેલી અને કચ્છમાં પણ આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જો કે 24 કલાક બાદના ત્રણ દિવસ ગરમીનો પારો બેથી ત્રણ ડિગ્રી ઘટવાની શક્યતા છે.  શુક્રવારે નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો 44.3 ડિગ્રી સાથે સુરેંદ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. જ્યારે અમરેલીમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. રાજકોટમાં ગરમીનો પારો 43.4 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો અમદાવાદમાં ગરમીનો પારો 43.3 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. કંડલા એયરપોર્ટ પર ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે વલ્લભવિદ્યાનગરમાં ગરમીનો પારો 42.3 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ગાંધીનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રી પર પહોંચ્યો હતો. વડોદરામાં ગરમીનો પારો 41.6 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. જ્યારે ડિસામાં ગરમીનો પારો 41.2 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ભૂજમાં ગરમીનું તાપમાન 40.9 ડિગ્રી નોંધાયુ હતુ. જ્યારે ભાવનગરમાં ગરમીનો પારો 40.2 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.


 


રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કર્યો દેશ વ્યાપી ડિગ્રી સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ, 57 સ્કૂલોના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં


સુરત સિવિલના ડોક્ટરોએ અઢી વર્ષના બાળકના મોતિયાની કરી સફળ સર્જરી,1 લાખ બાળકે એકમાં જોવા મળે છે આ સમસ્યા


યુવતીનો અશ્લીલ વિડીયો ઉતારી બ્લેક મેઈલ કરતા ક્રિકેટરની ગુજરાત પોલીસે ઘરપકડ કરતા ખળભળાટ


મોનાલિસાનો સ્વીમિંગ પૂલમાં મસ્તી કરતો બૉલ્ડ વીડિયો વાયરલ, કેપ્શનમાં લખ્યુ એવુ કે ફેન્સ રહી ગયા દંગ.........


Video: RCB vs PBKS: રજત પાટીદારે ફટકારી 102 મીટર લાંબી સિક્સ, મેચ જોવા આવેલા વૃદ્ધના માથા પર વાગ્યો બોલ