Agriculture News: નર્મદા નદીમાં પૂર આવવાના કારણે ભરૂચ તાલુકાના અનેક ગામોમાં કપાસ, કેળની ખેતી કરતા ખેડૂતો બરબાદ થયા છે. જેના કારણે નર્મદા નદી કિનારે ખેતી કરતા ખેડૂતો પાયમાલ થયા છે.
વીઘાએ 25 હજાર રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પાણી ફરી વળતાં ખેડૂતો બરબાદ થયા છે. ખેડૂતોના ખેતરમાં નદીની માટી ઘસી આવતા ખેડૂતોની મુશ્કેલી વધી છે, ઉપરાંત ખેડૂતોએ લોન પર લીધેલા ટ્રેકટરો પણ બરબાદ થયા છે.


નર્મદા કિનારે કેળની ખેતી કરતા ખેડૂતો પણ બરબાદ થયા છે. લોન લઈને કેળની ખેતી કરતા ખેડૂતોને મોટું નુકશાન થયું છે. સરકારે પાણી રોકી રાખ્યું હોવાથી બરબાદ થયાનો ખેડૂતોનો આરોપ છે. જેને લઈ ફરીથી લોન કે દેવું કરી ખેડૂતોએ કરવી પડશે ખેતી . કેળના ખેડૂતો વીઘાએ રૂપિયા 35 હજારનો ખર્ચ કરે છે. ખેડૂતો બે વર્ષ બાદ કેળાનો પાક લેતા થાય છે, કેળના પાકમાં વીઘે રૂ. 1.50 લાખની આવક થાય છે. દોઢ વર્ષની મહેનત બાદ ખેડૂતોને આવક થતી હોય છે. નર્મદા નદીના પૂરના કારણે નર્મદા કિનારાના અસંખ્ય ખેડૂતોને મોટું નુકશાન થયું છે.




ભરૂચના વાગરાના ધારાસભ્ય પુર પીડિતોની વહારે આવ્યા છે. ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ પુર પીડિતો માટે જમવાની વ્યવસ્થા કરી. શુક્લતીર્થ અને મંગલેશ્વર વિસ્તારના લોકો માટે તેમણે જમવાની વ્યવસ્થા કરી  હતી. કરજણ અને નીકોરા વિસ્તારના લોકોને પણ ધારાસભ્યએ જમવાનું પહોંચાડ્યું હતું. દાળ - ભાત, શાક - રોટલીના ભોજનની વ્યવસ્થા ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી.




જૂનાગઢના વંથલી તાલુકામાં ભારે વરસાદ વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે. ટીનમસ ગામના ખેતરોમાં કપાસનો ઉભો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. ગઈ કાલ સાંજે વરસાદે વિરામ લીધો હોવા છત્તા હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે. એક સાથે વધુ વરસાદ પડવાને લઈ ખેડૂતો મુશ્કેલીમા મૂકાયા છે. ખેડૂતોએ કહ્યું કે, હાલ આ વરસાદથી પ્રતિ વીઘા દીઠ 15 હજારથી વધુની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ઘેડ વિસ્તારમાં દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાય છે. છતા પ્રશાસન કે સ્થાનિકો નેતા આ મુદ્દે કોઈ કાયમી નિરાકરણ નથી લાવ્યા. જો કે ટીનમસ ગામમાં કુલ 4 હજારની વસ્તી છે. જેમાં મહદ અંશે ખેતી સાથે લોકો જોડાયેલા છે.


ગણેશ ચતુર્થી પર કેમ ન કરવા જોઈએ ચંદ્ર દર્શન, ભૂલથી જોવાઈ જાય તો શું કરો