કોરોના વાયરસના કારણે ધો.10 અને 12ની સીબીએસઈ (CBSE) બોર્ડની પરીક્ષાને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સીબીએસઈ દ્વારા ધો.10 પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે અને 12માની પરીક્ષા પાછળ ઠેલવામાં આવી છે. 12માની પરીક્ષાની નવી તારીખે 1 જૂને રિવ્યૂ મીટિંગ કરીને જાહેર કરાશે. પીએમ મોદી સાથે આજની બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો.
શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું, ધો.10ના વિદ્યાર્થીઓને ઈન્ટરનલ એસેસમેન્ટ દ્વારા પ્રમોશન આપવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીને એસેસમેન્ટથી સંતોષ નહીં હોય તો તે કોવિડ-19ની સ્થિતિ સામાન્ય થયા બાદ પરીક્ષા આપી શકશે. આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા વાડ્રા, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓએ કોરોના વાયરસ સંક્રમણને લઈ સીબીએસઈ પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી હતી.
કેન્દ્રીય શિક્ષણ બોર્ડ દ્વારા (CBSE) પરીક્ષા રદ્દ કરી દેવામાં આવતા હવે ગુજરાતમાં પણ પરીક્ષાને લઈને નિર્ણય લેવામાં આવી શકે છે. શક્યતા છે કે, ગુજરાતમાં પણ ધોરણ 10ની બોર્ડ (Board Exam) ની પરીક્ષા રદ્દ કરવામાં આવી શકે છે અને વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રમોટ કરવામાં આવી શકે છે. જ્યારે કોરોનાના કેસને જોતા ધોરણ 12ની પરીક્ષા (GSEB)ની તારીખ પાછી ઠેલવવામાં આવી શકે છે.
નોંધનીય છે કે, આ પહેલા વધતા કોરોના સંક્રમણ વચ્ચે લઈ ધો. 10 અને 12ની પરીક્ષા સમયસર લેવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો છે. ધો. 1થી 9માં માસ પ્રમોશન(mass promotion) અંગે સરકાર વિચારણા કરી રહ્યાનો મુખ્યમંત્રી રૂપાણી(CM Vijay rupani)એ દાવો કર્યો હતો..
ગુજરાતમાં ધોરણ 1થી 9માં માસ પ્રમોશન અપાશે કે નહી, જાણો મુખ્યમંત્રી વિજય રુપાણીએ શું કહ્યું ?
રૂપાણીએ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ માટે લીધો મોટો રાહતભર્યો નિર્ણય, મુખ્યમંત્રીએ શું કહ્યું ?