પંચમહાલના શહેરાના બે ગામના પ્રાથમિક શાળાના શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે. સાથે જ વાલીઓમાં પણ ચિંતા પ્રસરી છે. લાભી ગામની આબુડી ફળીયા વર્ગ પ્રાથમિક શાળાના શિક્ષિકાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
તો આ તરફ ચારી ગામની તલાવડી વર્ગ પ્રાથમિક શાળાના શિક્ષક પણ કોરોનાની ઝપેટમાં આવતા બંન્ને શિક્ષકોને હાલ હોમ ક્વોરંટાઈન કરાયા છે. શાળાઓમાં શિક્ષણ શરૂ થયું છે ત્યારે શિક્ષકોને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા વાલીઓમાં ચિંતા વ્યાપી છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 581 નવા કેસ નોંધાયા હતા જ્યારે 453 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈકાલે કોરોના સંક્રમણથી રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4418 લોકોના કોરોનાથી મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધી 266766 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.17 ટકા પર પહોંચ્યો છે. હાલ 3338 એક્ટિવ કેસ છે, જેમાંથી 43 લોકો વેન્ટિલેટર પર અને 3295 લોકો સ્ટેબલ છે.
ગઈકાલે સુરત કોર્પોરેશનમાં 127, અમદાવાદ કોર્પોરેશનમાં 123, વડોદરા કોર્પોરેશનમાં 81, રાજકોટ કોર્પોરેશન 48, સુરત 20, ભરૂચ 18, મહેસાણા 17, ખેડા 14, વડોદાર 12, આણંદ 10, રાજકોટ 10, કચ્છ 9, જામનગર કોર્પોરેશન અને સાબરકાંઠામાં 7-7 કેસ નોંધાયા હતા.
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 16,53,705 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 3,85,709 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે રાજ્યમાં કુલ 1,30,426 લોકોને રસી આપવામાં આવી છે.