મોડાસાઃ રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની અરવલ્લીના મોડાસા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો ફરકાવ્યો હતો.
તેમણે કહ્યું કે 10 કરોડ ઉપરાંત વેક્સિન ડોઝ આપીને ગુજરાત દેશમાં અવ્વલ છે. એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં ગુજરાત પ્રથમ છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પર અમે વિશેષ ધ્યાન આપ્યું છે. ડાંગ જિલ્લાને અમે સંપૂર્ણ પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યો છે. ગુજરાતે 663 અમૃત સરોવર પૂર્ણ કરી દીધા છે. સોલાર રૂફ ટોપ વીજ ઉત્પાદનમાં ગુજરાત નંબર વન છે. વધુમાં તેમણે કહ્યું કે સગર્ભા અને ધાત્રી માતાને પોષણક્ષમ આહાર મળે તે માટે 850 કરોડની જોગવાઇ કરી છે.
ઉપરાંત સ્વતંત્રતા દિવસના અવસર પર ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી હતી. સરકારે જાહેરાત કરી હતી કે રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં એક જાન્યુઆરી 2022થી ૩ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી ૯.૩૮ લાખ લોકોને આ નિર્ણયનો લાભ મળશે. એક જાન્યુઆરી 2022થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે. સરકારે જણાવ્યું હતું કે પ્રથમ હપ્તો ઑગસ્ટ-૨૦૨૨, બીજો હપ્તો સપ્ટેમ્બર-૨૦૨૨ના પગાર સાથે તેમજ ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર સાથે અપાશે. ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો તા-૦૧-૦૧-૨૦૨૨ની અસરથી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નક્કી કરવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ ૯.૩૮ લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે.મોંઘવારી ભથ્થામાં આ ૩ ટકા વધારાથી જે સાત મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે. . મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા ૧૪૦૦ કરોડનું નાણાકીય ભારણ વધશે.
Gopal Italiya એ કહ્યું, ભાજપે ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે, ગ્રેડ પે અરવિંદ કેજરીવાલ આપશે
AHMEDABAD : કોંગ્રેસે પોલીસકર્મીઓ માટે ભંડોળની જાહેરાતને હાસ્યાસ્પદ અને પોલીસકર્મીઓની મજાક ગણાવી
Pics: વાણી કપૂરે પોતાના સ્ટાઇલિશ લૂકને કર્યો ફ્લૉન્ટ, ન્યૂડ મેકઅપ અને બૉલ્ડ ડ્રેસમાં તસવીરો વાયરલ