Independence Day 2024: 'મહાત્મા ગાંધી, સરદાર પટેલને વંદન' - નડિયાદમાં સીએમ પટેલે તિરંગો ફરકાવી કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
Independence Day 2024: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નડીયાદમાં તિરંગો લહેરાવીને કરશે
મંચ પરથી વધુમાં તેમને જણાવ્યુ કે, ભારતમાં વિશ્વમાં પાંચમી અર્થવ્યવસ્થા બની છે, 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે, ગુજરાતે સવા સાત કરોડ વૃક્ષો વાવ્યા છે. હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાત ઉમંગથી જોડાયુ છે. દેશભક્તિના તમામ કાર્યક્રમોમાં ગુજરાત અવ્વલ ક્રમે રહ્યું છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો મંત્ર બન્યો છે, રાજ્યમાં નવા વેપાર ધંધાની અનેક તકો ઉભી થઇ છે. ગુજરાત આદિકાળથી વેપાર અને વાણિજ્યનું કેન્દ્રબિન્દુ રહ્યું છે. વાઇબ્રન્ટ સમિટથી ગુજરાતની આર્થિક વિકાસની ગાથા આગળ વધી છે. નવા-નવા ક્ષેત્રોમાં ગુજરાતમાં રોકાણ વધ્યા છે, આજે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાત રોકાણ માટેનું મુખ્ય કેન્દ્ર છે. પર્યાવરણના જતન સાથે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ ખુબ ઝડપી થયો છે.
ખેડાના નડિયાદમાં આજે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામા આવી, મુખ્યમંત્રી પટેલે નડિયાના પરેડ ગ્રાઉન્ડમાં પહેલા મહાત્મા ગાંધી, સરદાર પટેલને વંદન કર્યા અને બાદમાં પોતાના ભાષણની શરૂઆત કરી હતી. તેમને જણાવ્યુ કે, સરદાર પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યુ છે. સરદાર પટેલે કુનેહપૂર્વક એક ભારતનું નિર્માણ કર્યુ છે, નરેન્દ્રભાઈ, અમિતભાઈ સુરાજ્ય માટે પ્રયત્નશીલ છે, નરેન્દ્રભાઈએ સર્વગ્રાહી વિકાસનો પાયો નાખ્યો છે. આજે સૌનો સાથ, સૌનો વિકાસનો નારો દેશવ્યાપી બન્યો છે.
આજે ખેડા જિલ્લાના નડિયાદમાં રાજ્યકક્ષાના 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય અને દેશના વિકાસની વાત કહી હતી. આ દરમિયાને તેમને મંચ પરથી ગુજરાતના વિકાસની ગાથાને રજૂ કરી હતી. તેમને જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં માળખાકીય સુવિધા પર વધુ ભાર આપવામાં આવ્યો છે, વિરાસતથી વિકાસ એ ગુજરાતનો મંત્ર બન્યો છે. આજે રાજ્યમાં ગરીબ, યુવા, ખેડૂત, નારી શક્તિ વિકાસના કેન્દ્રબિંદુ બન્યા છે. શ્રમિકોના સર્વાગ્રાહી કલ્યાણની સરકારે કરી ચિંતા કરી છે, આદિજાતિ વિસ્તારોનો વિકાસ સરકારની પ્રાથમિકતા આપી છે. આ ઉપરાંત વનબંધુ કલ્યાણ યોજના થકી આદિજાતિ વિસ્તારોનો વિકાસ કરવામાં આવ્યો છે. સ્કીલ ડેવલોપમેન્ટને સરકારને પ્રાધાન્ય આપ્યુ છે.
આજે દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઇ રહી છે. આજે હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાત ઉમંગથી જોડાયુ છે. દેશભક્તિના તમામ કાર્યક્રમોમાં ગુજરાત અવ્વલ રહ્યું છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો મંત્ર છે. રાજ્યમાં નવા વેપાર ધંધાની અનેક તકો ઉભી થઇ છે.
સીએમ પટેલે વધુમાં જણાવ્યુ કે, નરેન્દ્રભાઈ, અમિતભાઈ સુરાજ્ય માટે પ્રયત્નશીલ છે, નરેન્દ્રભાઈએ સર્વગ્રાહી વિકાસનો પાયો નાખ્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસનો નારો દેશવ્યાપી બન્યો છે. ભારતમાં વિશ્વમાં પાંચમી અર્થવ્યવસ્થા બની છે. 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે. ગુજરાતે સવા સાત કરોડ વૃક્ષો વાવ્યા છે.
આજે નડીયાદમાં રાજ્યકક્ષા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામા આવી છે, નડિયાદના પરેડ ગ્રાઉન્ડ લાખોની સંખ્યામાં લોકો આ હર્ષના પર્વમાં જોડાયા છે. સીએમ પટેલે ભાષણમાં કહ્યું મહાત્મા ગાંધી અને સરદાર પટેલને વંદન છે. સરદાર પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યુ છે. સરદાર પટેલે કુનેહપૂર્વક એક ભારતનું નિર્માણ કર્યુ છે.
તેમણે કહ્યું કે, દેશવાસીઓએ વિકાસની વાત અને વિકાસની રાજનીતિને સતત વધાવી છે. 140 કરોડ ભારતવાસીઓ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પુન: વિશ્વાસ મૂક્યો છે, સતત ત્રીજીવાર દેશનો સુકાન નરેન્દ્ર મોદીને સોંપ્યો છે
ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, 'વડાપ્રધાને વિકસિત-આત્મનિર્ભર-ઉન્નત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનું વિઝન આપ્યું છે, આ વિઝનને હાંસલ કરવા ગુજરાતે પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ રાખી છે.'
78માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી છે.તેમણે જણાવ્યુ છે કે, આઝાદીના સાડા સાત દાયકા પૂર્ણ કરીને આપણો ગૌરવ વંતો દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગે કદમ ભરી રહ્યો છે. આપણને આઝાદી અપાવનારા રાષ્ટ્ર વીરોનું ભારત માતાને વિશ્વ ગુરુ બનાવવાનું સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે.
સમગ્ર દેશમાં 15 મી ઓગસ્ટની ઉજવણીની તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે પણ 78 માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીની થવાની છે. ત્યારે આ પર્વ અંતર્ગત ભૂપેન્દ્ર પટેલ નડીયાદ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સરદાર સાહેબના જન્મ સ્થળની મુલાકાતથી તેમના કાર્યક્રમોની શરૂઆત કરી હતી. ત્યારબાદ મુખ્યપ્રધાને હિન્દુ અનાથ આશ્રમની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નડીયાદમાં તિરંગો લહેરાવીને કરશે, આ પહેલા નડિયાદ પહોંચીને સરદાર સાહેબના જન્મ સ્થળની મુલાકાત લીધી હતી અને તેમના કાર્યક્રમોની શરૂઆત કરી છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આજે ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી રાષ્ટ્રધ્વજ લહેરાવી ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું નેતૃત્વ કરશે. મુખ્યમંત્રી આ પહેલા બુધવારે ૧૪ ઓગસ્ટ ૨૦૨૪, ૭૮માં સ્વતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આયોજીત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા બપોરે નડીયાદ પહોચ્યા હતા અને સૌ પ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળની મૂલાકાત લઈને સરદાર સાહેબને ભાવાંજલી અર્પણ કરી હતી, બાદમાં તેમના નડિયાદ ખાતેના કાર્યક્રમોની શરૂઆત કરી હતી. સાંસદ દેવુસિંહ ચૌહાણ ધારાસભ્ય પંકજભાઇ અને પદાધિકારીઓ તથા અધિકારીઓ આ પ્રસંગે જોડાયા હતા.
બ્રેકગ્રાઉન્ડ
Independence Day 2024: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નડીયાદમાં તિરંગો લહેરાવીને કરશે, આ પહેલા નડિયાદ પહોંચીને સરદાર સાહેબના જન્મ સ્થળની મુલાકાત લીધી હતી અને તેમના કાર્યક્રમોની શરૂઆત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -