ગાંધીનગરઃ રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સોમવારથી રાજ્યમાં હાડ થિજવતી ઠંડી પડવાની સંભાવના છે. આગામી 3 દિવસ તો તાપમાનનો પારો ગગડીને 4 થી 6 ડિગ્રી સુધી ઘટી જશે. માછીમારોને 26 જાન્યુઆરી સુધી દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે.  40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, ભાવનગર, દહેજ, દમણના ખેડૂતોને ચેતવણી આપવામાં આવી છે.


રાજ્યમાં 10થી વધુ તાલુકામાં કમોસમી વરસાદથી રવી પાકને નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સંખેડા, છોટા ઉદેપુર, બોડેલી, વડોદરાના બે તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તે સિવાય  સુરેંદ્રનગરના ચૂડા, લીંબડી, થાનગઢ અને જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.


 


બહુચરાજી અને અંબાજી મંદિર 31 જાન્યુઆરી સુધી બંધ


રાજ્યમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર અને બહુચરાજી મંદિર દર્શનાર્થીઓ માટે 31 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર કોરોના સંક્રમણ વધતા અંબાજી મંદિર 31 જાન્યુઆરી સુધી ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સરકારની ગૃહ વિભાગની ગાઈડલાઈન પ્રમાણે અંબાજી મંદિર, ગબ્બર મંદિર, 51 શક્તિપીઠ પરિક્રમાના માર્ગો તેમજ ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે.તે સિવાય 31 જાન્યુઆરી સુધી મહેસાણાનું બહુચરાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈ મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો હતો. બહુચરાજી મંદિરમાં ભક્તોને પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે.


જ્યોતિષની સાચી ભવિષ્યવાણીએ એક એન્જિનિયરને કરોડોપતિ બનાવી દીધો, જાણો શું છે એસ્ટ્રોટોક અને તેની સફળતાની કહાણી


 


Electric Cycle: 3 રૂપિયામાં 100 કિલોમીટર સુધી ચાલશે આ ઈલેક્ટ્રિક સાઇકલ, LED ડિસ્પ્લે અને ડિસ્ક બ્રેક જેવા ફીચર પણ મળશે


 


Covid-19 Omicron: શું એક જ વ્યક્તિને બે વખત સંક્રમિત કરી શકે છે ઓમિક્રોન ? જાણો વિગત


Deepika Padukone Fitness: દીપિકા પાદૂકોણ જેવું ફિગર ઈચ્છતા હોય તો ફોલો કરો આ ડાયેટ અને વર્કઆઉટ