જૂનાગઢ: જૂનાગઢ ભવનાથ આશ્રમના ઈન્દ્રભારતી બાપુની તબિયત લથડી છે. મહાકુંભમાં સતત ધૂળ ઉડતા ફેફસામાં ઈન્ફેક્શન થતા ઈન્દ્રભારતી બાપુને સારવાર માટે સાત દિવસ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ ઈન્દ્રભારતી બાપુને 15 દિવસ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. જો કે ઈન્દ્રભારતી બાપુએ ઓડિયો સંદેશ જાહેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે પ્રયાગરાજ મહાકુંભમાં તબિયત લથડતા તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સુધારા પર છે. તબીબોએ તેમને 15 દિવસ આરામ કરવાની સલાહ આપી છે.
ઇન્દ્રભારતી બાપુએ ઓડિયો મેસેજ દ્વારા તબિયત અંગે જાણ કરી છે. પ્રયાગરાજ મહાકુંભમાં તબિયત બગડતા સાત દિવસ ICU માં દાખલ થયા હતા. હવે તબિયતમાં સુધાર થયો હોવાનું ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું છે. હાલ પંદર દિવસ સુધી આરામ કરવાની ડૉક્ટરે સલાહ આપી છે. ભીડભાડથી દૂર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે.