Botad News: બોટાદ જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર પી.આઈ. તેમજ પી.એસ.આઈ. ની આંતરિક બદલી કરવામાં આવી છે. જિલ્લામાં 2 પી.આઈ તેમજ 6 પી.એસ.આઈ. કરાઈ આંતરિક બદલી કરાઈ છે.


કોને ક્યાં મૂકવામાં આવ્યા

પી.આઈ. જે.બી. પંડિત ને ઢસા ખાતેથી સી.પી.આઈ. તરીકે, પી.આઈ.વી.એલ. સાકરીયાને ઢસા પોલીસ સ્ટેશનમાં, પી.એસ.આઈ. એમ.પી. જાંબુચા ને બોટાદ ટાઉનમાંથી બોટાદ રૂરલ માં, પી.એસ.આઈ. વી.સી. ભરવાડને બોટાદ રૂરલ માંથી બોટાદ ટાઉનમાં, પી.એસ.આઈ. એચ.એ.વસાવા બોટાદ ટાઉનમાંથી રાણપુર પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.


આ ઉપરાંત પી.એસ.આઈ. એસ.જી.સરવૈયાને રાણપુર પોલીસ સ્ટેશનથી બોટાદ ટાઉનમાં, પી.એસ.આઈ. કે.પી.ઝાલા રીડર ટૂ વી.પો.અધિક્ષકમાંથી બોટાદ ટાઉનમાં, પી.એસ.આઈ. વી.વી. પંડ્યાની સિટી ટ્રાફિકમાંથી રીડર શાખામાં બદલી કરવામાં આવી છે.


એબીપી અસ્મિતાના ખાસ કાર્યક્રમ સત્યના પ્રયોગોમાં ગુજરાતના સીનિયર IPS અધિકારી હસમુખ પટેલ જોડાયા હતા. આ દરમિયાન હસમુખ પટેલે પોતાની IPS બનવાની સફર અને અનેક જીવનની સાથે જોડાયેલા યાદગાર પળ વિશે ખૂબ જ વિગતવાર ચર્ચાઓ કરી હતી. હસમુખ પટેલે કહ્યું કે, તેમનું IPS બનવું એક સંજોગ હતો.


સત્યના પ્રયોગોમાં IPS અધિકારી હસમુખ પટેલે કહ્યું કે આમ તો મારે ડૉક્ટર બનવું હતું, પિતા ડૉક્ટર હતા. ગામડામાં સરસ સેવાનું કામ કરતા હતા. પછી મેડકિલમાં એડમિશન ન મળ્યું એટલે સિવિલ એન્જિનિયરિંગમાં એડમિશન લઈ લીધું. M.E કરવાનું શરુ કર્યું. અંદરથી IAS બનવાની ઈચ્છા હતી. M.E  શરુ હતું ત્યારે વડોદરામાં મારા રુમ પાર્ટનર સાથે પહેલા ભણતા તેવા હર્ષવર્ધન ગુજ્જર કરીને સિવિલ સર્વિસની પરીક્ષા આપતા હતા. મારા રુમ પાર્ટનર હંમેશા કહેતા તેમને અંગ્રેજી આવડતુ નથી તેનાથી કઈ નહી થાય અમારી સાથે એમએસસી કરતા એ પણ છોડી દિધુ એટલે એમએસસી પણ ગયું.


એક દિવસ  હર્ષવર્ધન મળવા આવ્યા ત્યારે મારો રુમ પાર્ટનર હતો નહી, હું તેમને ચા પિવા માટે લઈ ગયો. મે તેમને કહ્યું આ પરીક્ષા ખૂબ જ અધરી હોય છે. તેમણે કહ્યું આ પરીક્ષામાં કોઈ દમ નથી હોતો, પરીક્ષા ગુજરાતીમાં લેવાય છે, ગ્રુપ ચર્ચા હોતી નથી, ઈન્ટરવ્યૂ હોય છે તે પણ તમે ગુજરાતીમા આપી શકો છો. આ રીતે પછી IASની તૈયારીઓ શરુ કરી.  મારો રેંક 92 હતો એ સમયે 65 આજુબાજુ IAS મળ્યું હતું. મારો તો IAS થવુ હતું પરંતુ રંજ તો છે.  


સચિન તેંડુલકરને આઈસીસીએ વર્લ્ડકપનો બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર, જાણો વિગત


Surat: રખડતાં શ્વાનનો આતંક યથાવત, 2 વર્ષના બાળકનું માથું કરડી ખાધું