જામનગરઃ શહેરના એક તબીબ પરિવારમાં એક સાથે પાંચ કેસ કોરોના પોઝિટિવ કેસ આવતાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. ખાનગી તબીબના ઘરના 5 સભ્યોનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લાંબા સમયગાળા બાદ જામનગર શહેરમાં એકી સાથે 5 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા છે. બીજી તરફ 14 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,246 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું નથી. આજે 3,53,674 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વડોદરા કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 5, અમદાવાદ કોર્પોરેશન 4, વલસાડમાં 4, જૂનાગઢમાં 1 અને કચ્છમાં 1 કેસ નોંધાયો હતો. જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 192 કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 187 નાગરિકો સ્ટેબલ છે. 8,16,246 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10088 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું નથી. આજે 3,53,674 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 3 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1546 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 12602 નાગરિકોને રસીનો પ્રથમ અને 84752 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 38205 નાગરિકોને રસીનો પ્રથમ અને 216566 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,53,674 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 70242222 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.