Junagadh News: ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વિલિંગન ડેમ ઓવરફ્લો થયો છે. સોમવારે સાંજના સમયે ડેમ છલકાયો હતો.
જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયો છે. શહેરની મધ્યમાં આવેલ વિલિંગ્ડન ડેમ છલોછલ થયો છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા ડેમ ઓવરફ્લો થયો છે. શહેરને પાણી પુરૂ પાડતા 3 જળાશયો માંથી બે ઓવરફ્લો થયા છે. આણંદપુર વીયર અને વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયા છે. જ્યારે સૌથી મોટા ડેમ હસ્નાપુરમાં પાણીની જંગી આવક થઇ છે.
જૂનાગઢમાં બામણાસા અને મટીયાણા પાસે ઓઝત નદીનો પાળો તૂટ્યો છે. જેના પગલે બાલાગામ, ઝાલાવાડ ગામોમાં નદીના પાણી ઘૂસ્યા છે. ધસમસતા પ્રવાહમાં ગામો બેટમાં ફેરવાયા છે. ઉપરવાસમાં આવેલ વરસાદે ઓઝત નદીમાં પૂર આવ્યા છે.
રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં આજે કચ્છ, જામનગર, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની ભારે થી અતિ ભારે અને અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર,મેહસાણા,સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર,ખેડા,આણંદ,બોટાદમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સુરત,દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.
રાજ્યમાં આગામી 5 દિવસ સુધી અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી છે. જેથી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. દક્ષિણ ગુજરાત ને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે વરસાદ પડશે.
જુન મહિનામાં વરસાદની ઘટ
જુન મહિનામાં 12 mm વરસાદની ઘટ રહી..જુન મહિનામાં 104 mm વરસાદ નોંધાયો , જે 118 mm હોવો જોઈએ.
વરસાદને લઈ રાજ્યના 30 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા. રાજ્યમાં વરસાદની સૌથી વધુ અસર સુરત જિલ્લામાં જોવા મળી હતી. અહી વરસાદને પગલે 9 રસ્તાઓ બંધ કરાયા હતા. તે સિવાય રાજ્યમાં વરસાદના કારણે બે સ્ટેટ હાઇવે પર વાહનવ્યહાર પ્રભાવિત થયો હતો.
મળતી જાણકારી અનુસાર, વરસાદથી રાજ્યમાં 30 રસ્તાઓ બંધ કરાયા હતા. પંચાયત હસ્તકના 26 રસ્ચાઓ પણ બંધ કરાયા હતા. સૌથી વધુ સુરત જિલ્લામાં પંચાયત હસ્તકના 9 રસ્તા બંધ થયા હતા. જામનગર જિલ્લામાં પંચાયત હસ્તકના છ રસ્તાઓ, દ્વારકા જિલ્લામાં પંચાયત હસ્તકના ચાર રસ્તા, જૂનાગઢ જિલ્લામાં 2 સ્ટેટ હાઈવે, રાજકોટ જિલ્લામાં 3, પોરબંદર જિલ્લામાં 2 રસ્તા, છોટાઉદેપુર, ભાવનગર, અમરેલીમાં 1-1 રસ્તા બંધ કરાયા હતા.
આ પણ વાંચોઃ
ચોમાસામાં પરસેવાની સાથે શરીરમાં આવે ખંજવાળ તો આ ટ્રિક્સને કરો ફોલો
વરસાદ દરમિયાન કેમ થાય છે વાદળનો ગડગડાટ, જાણો કેવી રીતે બને છે વીજળી