જૂનાગઢઃ ગઈ કાલે વિલીંગ્ડન ડેમમાં એક યુવક ડૂબતા ડૂબતા બચ્યો હતો. પાણીના ખાડીયામાં યુવાન ડૂબ્યો હતા. જોકે, મહિલાઓની સતર્કતાને કારણે યુવકનો જીવ બચ્યો હતો. આ ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. ન્હાવા પડેલ યુવાન અચાનક ડૂબવા લાગ્યો હતો. પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યો હતો. જોકે, મહિલાઓનું ધ્યાન જતાં  દુપટ્ટા વડે દોરડું બનાવી યુવાનને બહાર કાઢ્યો હતો. યુવાનનો જીવ બચી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 










Amreli : લોકોએ ના પાડવા છતાં યુવકે ધમસતા પાણીમાં નાંખ્યું બાઇક ને તણાયો, જુઓ LIVE VIDEO

અમરેલી જીલ્લામાં નદીના પાણીમાં તણાતાં વ્યક્તિના રેસ્ક્યુના વધુ એક વીડિયો સામે આવ્યો છે. પાણિયા નજીક આવેલ નદી પરના પુલમાં એક વ્યક્તિ બાઇક સહિત તણાયો હતો. બાઇક સહિત તણાતાં બાઇક સવાર ધસમસતા પ્રવાહમાં વ્યક્તિ પુલ પર લટકી ગયો. પાણિયા ગામના લોકોને જાણ થતા વ્યક્તિનું રેસ્ક્યુ કરી બહાર કઢાયો. એક કલાક આસપાસ વ્યક્તિ ધસમસતા પ્રવાહમાં પુલ પર લટકી રહ્યો. સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરીને વ્યક્તિનો જીવ બચાવ્યો. બાઇક ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયું.


ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બારેમેઘ ખાંગા થયા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો હતો. એ પછી અમરેલીના લીયામાં 6 ઇંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા અને કલ્યાણપુરમાં 5.5 ઇંચ, જૂનાગઢના માંગરોળ, અમરેલીના જાફરાબાદ અને ભરુચમાં સવા 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં 121 તાલુકામાં એક ઇંચથી લઈને 12 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ગીર સોમનાથના વેરાવળ, અમરેલીના બગસરા, ભાવનગરના જેસર, જામનગર, અમરેલી, લાલપુર, કાલાવડ, કેશોદ, રાજુલા, કુતિયાણા, વાગરા, તાલાલા, માળિયા, ગારિયાધારમાં ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે ખંભાત, ભેસાણ, ભાવનગર, દ્વારકરા, મુન્દ્ર, તલાજા, લોધિકા, મેંદરડા, અંજાર, અંકલેશ્વર, હાંસોટ પાલિતાણા અને ગારિયાધારમાં 3થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.