Kheda Dakor News: ડાકોર મંદિરમાં આજે વહેલી સવારે મારામારીની એક વિચિત્ર ઘટના ઘટી છે, અહીં વૈષ્ણવો વચ્ચે મંદિરમાં રણછોડરાયજીના દર્શન કરવા બાબતે બબાલ થઇ, આ બબાલ એટલી હદે વધી ગઇ કે બે ટોળા સામ સામે મારામારી પર ઉતારી આવ્યા હતા, આખરે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતો, આ ઘટના સવારે મંગળા આરતી વખતે ઘટી હતી.




ખેડા જિલ્લામાં આવેલા સુપ્રિસદ્ધ મંદિર ડાકોરમાં આજે વહેલી સવારે મારામારીની ઘટના ઘટી હતી. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં વૈષ્ણવો દ્વારા આમને સામને મારામારી થઇ હતી, વૈષ્ણવોના ટોળા વચ્ચે આ મારમારી થઇ હતી. ખરેખરમાં, મંદિરમાં આજે વહેલી સવારે મંગળા આરતી દર્શન સમયે વૈષ્ણવો દ્વારા મંદિરના દર્શન કરવાને લઇને બબાલ થઇ હતી. મંગળા આરતી દરમિયાન ડાકોર રણછોડજી મંદિરમાં ઘૂમટમાં દર્શન કરવાની જગ્યાને લઇને વૈષ્ણવોના ટોળાએ બોલાચાલી બાદ મારામારી કરવાનું શરૂ કર્યુ હતુ. મારામારીના દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા હતા, આખરે આ સમગ્ર મામલે બાદમાં પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.




 


આ અગાઉ યાત્રાધામ ડાકોરમાં કરોડોના ખર્ચે બનેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયુ હતુ


આ પહેલા મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની મુલાકાતે હતા.  જ્યાં તેમણે  કરોડોના ખર્ચે બનેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આજે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની મુલાકાતે હતા. જ્યાં તેમણે સૌપ્રથમ કરોડોના ખર્ચે બનેલા ડાકોર માટે મહત્વપૂર્ણ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું.  આ ઓવરબ્રિજ લોકાર્પણ સમયે જિલ્લાના તમામ ધારાસભ્યોએ પણ હાજરી આપી હતી.  ખેડા જિલ્લાના વિવિધ વિભાગોના કુલ ₹352 કરોડથી વધુના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું. ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યા બાદ રણછોડજીની રથયાત્રાના રૂટ ઉપર આવેલા સભા મંડપમાં મુખ્યમંત્રી પહોંચ્યા હતા. હજારોની સંખ્યામાં આવેલા તેમના સમર્થકોને મુખ્યમંત્રીએ સંબોધ્યા હતા ત્યારબાદ જિલ્લાના 222.89 કરોડના વિકાસના કામોનું ખાતમુર્હૂત કર્યું હતું અને 230.09 કરોડના કામોનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલનો કાફલો રાજાધિરાજ રણછોડરાયના દર્શન કરવા માટે મંદિરે પહોંચ્યો હતો. 


ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલનો કાફલો રાજાધિરાજ રણછોડરાયના દર્શન કરવા માટે મંદિરે પહોંચ્યો હતો.  ભગવાન રાજા રણછોડના દર્શન કરી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ધન્યતા અનુભવી હતી,  ત્યારબાદ ટેમ્પલ કમિટી દ્વારા કરવામાં આવેલા નવતર પ્રયોગ શ્રી કૃષ્ણનો પ્રસાદ સુદામાના ઘર સુધી ધજા ફરકાવી ખુલ્લો મુક્યો હતો.  આ નવતર પ્રયોગમાં ટેમ્પલ કમિટી દ્વારા ભગવાનને ધરાવવામાં આવેલ રાજભોગ પ્રસાદીને ગામડાના લોકો સુધી પહોંચાડવામાં આવશે.  આ નવતર પ્રયોગ અત્યારે તો મહિનામાં એક વખત કરવામાં આવશે પરંતુ ટેમ્પલ કમિટીનું સ્વપ્ન છે કે આ પ્રસાદને રોજેરોજ ગામડાના લોકો સુધી પહોંચાડવામાં આવે.  આ રાજભોગ પ્રસાદીમાં આશરે 60 થી 70 લોકો ભરપેટ જમી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.  


ખેડા જિલ્લાના વિવિધ વિભાગોના કુલ ₹352 કરોડથી વધુના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું. ડાકોર ખાતે આયોજિત સમારોહ દરમિયાન કેન્દ્રીય મંત્રી  દેવુસિંહ ચૌહાણ, પંકજ દેસાઈ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.