રાપરઃ કચ્છના રાપર તાલુકાની એક પરિણીતા પર તેના જ જેઠે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. જેઠે નાનાભાઈની પત્નીને દુપટ્ટાથી બાંધી પંખે લટકાવી દીધી હતી અને પોતાની માતાને વીડિયો કોલ કરી આ અંગે જાણકારી આપી હતી. એટલું જ નહીં, આ પછી જેઠે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે પરિણીતાએ હિંમતનગરમાં પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, મૂળ હિંમતનગરની અને હાલ રાપર રહેતી પરિણીતાના છ વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેનો પતિ આણંદના વિદ્યાનગર ખાતે રહે છે. તેમજ બંનેને લગ્નથી એક દીકરી પણ છે. તેમજ દિવાળી પછી માતા-પિતા સાથે હિંમતનગર ખાતે રહે છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે રાત્રે ઘરે એકલા હતા અને પોતાની દીકરી સાથે વાત કરી રહ્યા હતા. આ જ સમયે તેમના જેઠ ઘરે આવી ગયા હતા અને કોની સાથે વાત કરો છો, તેમ પૂછ્યું હતું. દીકરી સાથે વાત કરતી હોવાનું કહ્યા બાદ તેમણે ફોન ઝૂંટવી લીધો હતો અને ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો.
આ પછી જેઠે પરિણીતાના હાથ દુપટ્ટાથી બાંધી દીધા હતા અને પરિણીતાને પંખે લટકાવી દીધી હતી. એટલું જ નહીં, આ પછી જેઠે પોતાની માતાને વીડિયો કોલ કર્યો હતો અને પરિણીતાની હાલત વિશે જણાવ્યું હતું. આ સમયે માતાએ વહુને મારી નાંખજે નહીં તો આપણને મારી નાંખશે, તેમ કહ્યું હતું.
આ પછી જેઠે પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. એટલું જ નહીં, દીકરી અને પતિના સોગંદ પણ લેવડાવ્યા હતા. તેમજ પછી જેઠ ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટના પછી હેબતાઇ ગયેલી પરિણીતા બીજા દિવસે પિયર આવી ગઈ હતી અને માતા-પિતાને આખી વાત કરતાં પોલીસ ફરિયાદ કરી હતી.
Kutch : જેઠે પરિણીતાને હાથ બાંધી પંખે લટકાવી, પરાણે બાંધ્યા શરીરસંબંધ ને પછી......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Feb 2021 02:37 PM (IST)
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે રાત્રે ઘરે એકલા હતા અને પોતાની દીકરી સાથે વાત કરી રહ્યા હતા. આ જ સમયે તેમના જેઠ ઘરે આવી ગયા હતા
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -