Kutch News: વર્ષ 2023 સમાપ્ત થઇ ગયુ છે, 2023માં ઘણાબધા કાર્યો થયા હવે આનાથી આગળના કાર્યો આ વર્ષે એટલે કે નવા વર્ષ 2024માં જોવા મળશે. તાજા રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં નવા વર્ષે કચ્છ રેલવેને મોટી ગિફ્ટ મળવાની છે. મળતી માહિતી પ્રમાણે, નવા વર્ષે કચ્છ રેલવેમાં નવા યુગની શરૂઆત થવા જઇ રહી છે. હવેથી નવા વર્ષથી પ્રવાસી ટ્રેનો ઇલેક્ટ્રિક એન્જિનથી દોડશે. આગામી 10 જાન્યુઆરીથી કચ્છ-સયાજી ટ્રેનોથી આની શુભ શરૂઆત થશે. અમદાવાદથી ભુજ સુધી વિદ્યુતીકરણનું કામ પૂર્ણ થઇ ગયુ છે, જેથી ડેઇલી સહિત 15 ટ્રેનો ઇલેક્ટ્રિક એન્જિન સાથે દોડશે. નવા વર્ષથી કચ્છ રેલવે સ્ટેશન પર મોટાભાગની ટ્રેનો ઇલેક્ટ્રિક દોડતી દેખાશે.


ટ્રેન દુર્ઘટના રોકવા માટે રેલવેએ 1465 કિમી લાંબા રૂટ લગાવ્યું કવચ, જાણો કેવી રીતે કરે છે કામ


ઓડિશા અને બિહાર ટ્રેન દુર્ઘટના બાદ ભારતીય રેલ્વે દરેક સંભવ રીતે સુરક્ષાને મજબૂત કરવામાં વ્યસ્ત છે. આ ક્રમમાં, સ્વદેશી રીતે વિકસિત ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ (ATP) ‘કવચ’ અત્યાર સુધીમાં 1465 કિમી લાંબા રૂટ અને દક્ષિણ મધ્ય રેલવે વિભાગો પર 139 લોકોમોટિવ્સ (ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ રેક) પર ઇન્સ્ટોલ કરવામાં આવી છે.                                                                         


આના પર પણ કામ શરૂ થયું


આ ઉપરાંત, ભારતીય રેલ્વેએ સર્વેક્ષણ, વિસ્ત પરિયોજના રિપોર્ટ  (ડીપીઆર) અને 6000 કિલોમીટરના રેલ માર્ગ પર કવચ ઇન્સ્ટોલેશન સહિત  ઘણા પ્રારંભિક કાર્યો પણ શરૂ કર્યા છે.


કવચ  સિસ્ટમ શું છે


‘કવચ’ એ દોડતી ટ્રેનોની સલામતી વધારવા માટે ઓટોમેટેડ ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે. તે ત્રણ ભારતીય કંપનીઓના સહયોગથી રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO) દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યું છે. કવચ માત્ર ટ્રેન ડ્રાઇવરને સિગ્નલ પસાર કરવામાં અને વધુ ઝડપે ડ્રાઇવિંગ કરવામાં જોખમ ટાળવામાં મદદ કરે છે પરંતુ ખરાબ હવામાન દરમિયાન ટ્રેન ચલાવવામાં પણ મદદ કરે છે. આ રીતે ટ્રેનની કામગીરીની સલામતી અને કાર્યક્ષમતા વધે છે.


ટ્રાયલ ફેબ્રુઆરી 2016માં થઈ હતી


આ ક્વચ સિસ્ટમ ભારતીય રેલ્વે દ્વારા રિસર્ચ ડિઝાઈન અને સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશનની મદદથી તૈયાર કરવામાં આવી છે. રેલવેએ 2012માં આ આ  સિસ્ટમ પર કામ શરૂ કર્યું હતું. શરૂઆતમાં આ પ્રોજેક્ટનું નામ Train Collision Avoidance System હતું. આ  ક્વચ સિસ્ટમ રેલ્વે દ્વારા ટ્રેનોમાં શૂન્ય અકસ્માતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તૈયાર કરવામાં આવી હતી. પેસેન્જર ટ્રેનો પર પ્રથમ ફિલ્ડ ટ્રાયલ ફેબ્રુઆરી 2016 માં શરૂ કરવામાં આવી હતી.