પાકિસ્તાન સાથે બોર્ડર ધરાવતા કચ્છ જિલ્લાના દરિયાકિનારા પરથી અવારનાવાર ચરસના પેકેટ મળવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ફરીથી આજે સ્ટેટ આઈબીને ચરસના પેકેટ મળ્યા છે. જખૌના સિદોડી દરિયામાંથી વધુ 20 બિનવારસી ચરસના પેકેટ મળ્યા છે. આ 20 પેકેટમાંથી 18 પેકેટ બંધ હાલતમાં છે જ્યારે 2 પેકેટ તુટેલી હાલતમાં મળ્યા છે. જખૌ દરિયામાંથી સતત મળી આવતા ચરસના પેકેટને લઈને એજેન્સીઓ સતર્ક બની ગઈ છે. આજે મળી આવેલા 20 ચરસના પેકેટની તપાસ કરવા માટે એજેન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. આ સાથે જખૌ મરીન પોલિસ દ્વારા વધુ તાપસ હાથ ધરાઇ છે.
જખૌના સિદોડી દરિયામાંથી વધુ 20 બિનવારસી ચરસના પેકેટ મળતાં હવે ફરીથી સવાલ ઉભો થયો છે કે, આ ચરસના પેકેટ ક્યાંથી આવે છે. સાથે જ એ પણ મોટો સવાલ છે કે, આ ચરસના પેકેટ દરિયામાં કેવી રીતે પહોંચે છે અને કોણ ફેંકે છે.
ઉપલેટામાં સગા ભાઈએ બહેન અને બનેવીને ઉતાર્યા મોતને ઘાટ
રાજકોટ: ઉપલેટામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. પ્રેમપ્રકરણમાં યુવતીના પિતા અને ભાઈએ યુવતી અને તેના પતિની હત્યા કરી છે. હત્યાના બનાવને પગલે ઉપલેટામાં ઉચ અધિકારીઓ દોડી આવ્યા છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા ઉપલેટા પહોંચ્યા છે. મરનાર યુવક અને યુવતીની ઉપલેટા પોલીસે ઓળખ કરી છે.
મરનાર યુવક ઉપલેટા તાલુકાના અરની ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. મૃતક યુવકનું નામ અનિલ મહિડા અને મૃતક યુવતીનું નામ રીના સિંગખરિયા હોવાનું બહાર આવ્યું છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર યુવક યુવતીએ એક વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. જેનો યુવતી પરિવારને વિરોધ હતો. જ્યારે ઉપલેટા ખાતે બને પતિ પત્ની દાતની સારવાર અર્થે આવ્યા હતા ત્યારે યુવતી રીનાનો ભાઈ બન્ને જોઈ ગયો હતો અને બાદમાં પિતા સાથે મળીને ગુસ્સામાં આવી બન્નેના ઢીમ ઢાળી દીધા હતા. હાલમાં બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.