પોરબંદરઃ ગુજરાતના પશુઓ પર આફત આવી શકે છે, આ વાતને પુરવાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. પોરબંદરમાં અત્યારે એક ઘાતક વાયરલ જેનુ નામ લમ્પિ કહેવામાં આવી રહ્યુ છે, તેની એન્ટ્રી થઇ ચૂકી છે. માહિતી પ્રમાણે પોરબંદરમાં એક ખુંટીયો તથા એક ગાયનું શંકાસ્પદ મોત થયુ છે, જેના મોત પાછળ લમ્પિ હોવાનુ મનાઇ રહ્યું છે.
પોરબંદરમાં લમ્પિ વાયરસની એન્ટ્રીથી તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આને પગલે જૂનાગઢ પશુપાલન વિભાગની ટીમ પોરબંદર દોડી આવી છે, અને તેમને મૃત પશુઓના સેમ્પલ લેવાનુ શરૂ કરી દીધુ છે. લમ્પિના ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોરબંદરમાં ખાતે આઈસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
લમ્પિ વાયરસની એન્ટ્રી થતાં જ તંત્રએ સુરક્ષાત્મક પગલા લેવુ શરૂ કરી દીધુ છે. પશુ માલીકોએ પોતાના પશુઓને રેઢા ન મુક્વા તંત્રએ અપીલ કરી છે, આ ઉપરાંત પોરબંદર પાલિકાએ રેઢિયાળ પશુઓને ડબ્બે પુરવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે. લમ્પિ વાયરસને લઇને પશુપાલન વિભાગ સતર્ક થઇ ગયુ છે.
આ પણ વાંચો......
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી નહીં જઈ શકે ગુજરાતની બહાર, જાણો કોણે મુક્યો આ પ્રતિબંધ
મોટા સમાચાર : કોરોનાકાળમાં મૃત્યુ પામનાર પોલીસ કર્મચારીના સ્વજનને મળશે 25 લાખની સહાય
EPFO : કેન્દ્ર સરકારે કર્મચારીઓના એમ્પ્લોય પ્રોવિડંડ ફંડ પર 8.1 ટકા વ્યાજ દરને મંજૂરી આપી
Sukanya Samriddhi Yojana: દીકરીના ભવિષ્ય માટે કરો બચત, ભણતરથી લઈને લગ્ન સુધી મળશે મોટી રકમ
Samrat Prithviraj : અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને આ બે દેશોમાં બેન કરવામાં આવી
Nayika Devi : ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ નાયિકા દેવી ગુજરાતમાં કરમુક્ત જાહેર
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી નહીં જઈ શકે ગુજરાતની બહાર, જાણો કોણે મુક્યો આ પ્રતિબંધ
મોટા સમાચાર : કોરોનાકાળમાં મૃત્યુ પામનાર પોલીસ કર્મચારીના સ્વજનને મળશે 25 લાખની સહાય