હેડન વોલ્શે જણાવ્યું કે, વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ બોલર કર્ટની વોલ્શ સાથે મારો કોઈ સંબંધ નથી. તેઓ મારા પિતા નથી. હું કેનેડા T20 લીગમાં રમતો હતો ત્યારે કેટલાક લોકો મને કર્ટની વોલ્શ કહેતા હતા. પરંતુ હું માનું છું કે હવે તેઓ જાણ કરશે કે હું કોણ છું અને મારા પિતા કોણ છે.
ભારત સામે પ્રથમ બંને ટી-20માં શાનદાર પ્રદર્શન કર્યા બાદ હેડન વોલ્શને વિશ્વાસ છે કે તે હવે પોતાની ઓળખ ઊભી કરવામાં સફળ થશે. પિચ પર મારી ભ્રામક ગુગલીઓની વધુ ચર્ચા કરવામાં આવશે.
વેસ્ટ ઈન્ડિઝના સૌથી સફળ ફાસ્ટ બોલર કર્ટની વોલ્શે 132 ટેસ્ટમાં 519 વિકેટ ઝડપી છે.
કર્ણાટક પેટાચૂંટણીઃ 15માંથી 12 પર ભાજપનો કબજો, મોદીએ કહ્યું, કોંગ્રેસને લોકોએ ભણાવ્યો પાઠ