Lok Sabha 2024 News: ગુજરાતમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યુ છે, રાજ્યની તમામ 25 બેઠકો પર આજે મતદાન યોજાઇ રહ્યું છે. છેલ્લા બે મહિનાથી ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું હતુ, હવે આ ક્ષત્રિયોના પ્રભુત્વ ધરાવતી પાંચ બેઠકો પર જબરદસ્ત રીતે જંગ જામ્યો છે, ક્ષત્રિયોના મત કોના પક્ષમાં પડી રહ્યાં છે તે ખબર નથી પરંતુ આજે બપોરે ત્રણ વાગ્યા સુધી અહીં સરેરાશ મતદાનનો આંકડો 40 ટકાને પાર કરી ગયો છે. 


ચૂંટણી પંચના લેટેસ્ટ આંકડા પ્રમાણે, આજે બપોરે ત્રણ વાગ્યા રાજ્યમાં સરેરાશ 47.03 ટકાથી વધુ મતદાન નોંધાયુ છે, પરંતુ આ બધાની વચ્ચે ક્ષત્રિયોના પ્રભુત્વ ધરાવતી બેઠકો વધુ ચર્ચામાં છે, જાણો અહીં શું છે સિનારિયો....


ચૂંટણી પંચા તાજા આંકડા પ્રમાણે, આ ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી બેઠકો પર જંગ જામ્યો છે, ભાવનગર બેઠક પર 36 ટકા મતદાન નોંધાયુ, તો સુરેંદ્રનગર બેઠક પર 36 ટકા મતદાન થયુ છે. આ ઉપરાંત રાજ્યમાં હાઈપ્રૉફાઈલ ગણાતી રાજકોટ બેઠક પર 41 ટકા સુધી મતદાન પહોંચ્યુ છે. ક્ષત્રિયોના પ્રભુત્વ વાળી ખેડા બેઠક પર 40 ટકા મતદાન અને આણંદ બેઠક પર 43 ટકા મતદાન નોંધાયુ છે. 


ખાસ વાત છે કે ચૂંટણી પંચના તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં વલસાડ બેઠક પર સૌથી વધુ 58 ટકા અને બનાસકાંઠામાં 48.89 ટકા મતદાન નોંધાયુ છે, તો વળી પોરબંદરમાં સૌથી ઓછુ 32.60 ટકા મતદાન થયુ છે. 


લોકસભાની 25 બેઠક પર 3 વાગ્યા સુધીમાં 47.03 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં અમદાવાદ પૂર્વ પર 43.55 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં અમદાવાદ પશ્ચિમ પર 42.21 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં અમરેલી બેઠક પર 37.82 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં આણંદ બેઠક પર 52.49 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં બનાસકાંઠા બેઠક પર 55.74 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં બારડોલી બેઠક પર 54.90 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં ભરુચ બેઠક પર 54.90 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં ભાવનગર બેઠક પર 40.96 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં છોટાઉદેપુર બેઠક પર 54.24 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં દાહોદ બેઠક પર 46.97 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં ગાંધીનગર બેઠક પર 48.99 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં જામનગર બેઠક પર 42.52 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં જુનાગઢ બેઠક પર 44.47 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં કચ્છ બેઠક પર 41.18 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં ખેડા બેઠક પર 46.11 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં મહેસાણા બેઠક પર 48.15 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં નવસારી બેઠક પર 48.03 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં પંચમહાલ બેઠક પર 45.72 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં પાટણ બેઠક પર 46.69 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં પોરબંદર બેઠક પર 37.96 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં રાજકોટ બેઠક પર 46.97 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં સાબરકાંઠા બેઠક પર 50.36 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં સુરેન્દ્રનગર બેઠક પર 40.93 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં વડોદરા બેઠક પર 48.48 ટકા મતદાન


3 વાગ્યા સુધીમાં વલસાડ બેઠક પર 58.05 ટકા મતદાન