Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જંગ જામ્યો છે, તમામ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસની લગભગ સીધી ટક્કર જોવા મળી રહી છે. તમામ ઉમેદવારો અને કાર્યકરો ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે, ત્યારે ભાજપે આ બધાની વચ્ચે હવે તમામ 26 બેઠકોના ઉમેદવારો માટે ઉમેદવારી પત્રક ભરવાની તારીખ નક્કી કરી દીધી છે. હાલમાં આ અંગે ભાજપનું મોટું અપડેટ સામે આવ્યુ છે, જુઓ અહીં....


ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપના ઉમેદવારો ઉમેદવારી પત્રક ભરશે જે માટે પાર્ટીએ તારીખો નક્કી કરી દીધી છે. સુત્રો અનુસાર મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં અમિત શાહથી લઇને સીઆર પાટીલ તમામ લોકોની તારીખો નક્કી થઇ ગઇ છે. તાજા અપડેટ પ્રમાણે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 19 એપ્રિલે ગાંધીનગર બેઠક પર ઉમેદવારી પત્રક ભરશે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ 18 એપ્રિલે નવસારી બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. આની સાથે સાથે પરશોત્તમ રૂપાલા 16 એપ્રિલે રાજકોટ બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. શોભનાબેન બારૈયા 16 એપ્રિલે સાબરકાંઠા બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. નિમુબેન બાંભણિયા 16 એપ્રિલે ભાવનગર બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. ભરતસિંહ ડાભી 16 એપ્રિલે પાટણ બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. રેખાબેન ચૌધરી 16 એપ્રિલે બનાસકાંઠા બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. મનસુખ માંડવિયા 15 એપ્રિલે પોરબંદર બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. હસમુખ પટેલ 15 એપ્રિલે અમદાવાદ પૂર્વ બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. દિનેશ મકવાણા 16 એપ્રિલે અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. ચંદુ શિહોરા 15 એપ્રિલે સુરેન્દ્રનગર બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે. 


રાજકોટમાં ઘમાસાણ, ભાજપ Vs ક્ષત્રિયો વિવાદ વચ્ચે 14મીએ ક્ષત્રિયોનું મહાસંમેલન, તો ભાજપ 16મીએ કરશે મહારેલી


રાજ્યમાં રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિયો વચ્ચેની લડાઇ વધુ ઉગ્ર બની રહી છે. એકબાજુ ભાજપ રાજકોટમાંથી રૂપાલાને હટાવવાની ના પાડી રહ્યું છે, તો બીજીબાજુ ક્ષત્રિય સમાજ રાજકોટમાંથી રૂપાલાની ટિકીટને રદ્દ કરવાની માંગ પર અડ્યો છે. ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેનો પર એક બિનરાજકીય સંમેલનમાં અભદ્ર ટિપ્પણી કરી હતી. જે પછી રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ શરૂ થયો હતો, જે હજુ પણ યથાવત છે. હવે આ બધાની વચ્ચે બન્ને પક્ષો રાજકોટમાં ધમાસાણ કરવા ઉતરી રહ્યા છે. 14મી એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય સમાજે મહાસંમેલન કરવાનું નક્કી કર્યુ છે, તો સામે ભાજપે 16મી એપ્રિલ મહા સભા કરવાનું એલાન કર્યુ છે. હાલમાં બન્નેએ પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે.


ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની લડાઇ રાજકોટમાં વધુ ઉગ્ર બનશે, હાલમાં જ ક્ષત્રિય સમાજે એલાન કર્યુ છે કે, આગામી 14મી એપ્રિલે રાજકોટમાં મહાસંમેલન યોજાશે, જેમાં એક જ માંગ કરવામાં આવી રહી છે કે રૂપાલાની રાજકોટમાંથી ટિકીટને રદ્દ કરવી જોઇએ. ક્ષત્રિય સમાજના આગેવાન રમજુભાએ આજે નિવેદન કર્યુ છે, તે પ્રમાણે, આ આંદોલન સંપૂર્ણપણે સામાજિક છે. રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે. 


રૂપાલા વિરૂદ્ધ હવે ક્ષત્રિય આગેવાન રમજુભાએ એલાન કર્યુ છે કે, આગામી 14મી એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે. આ મહાસંમેલન રતનપર નજીકના રામ મંદિર સામે યોજાશે. સંમેલનમાં ક્ષત્રિય સમાજના લોકોને ઉપસ્થિત રહેવા આહ્વાન કરવામાં આવ્યુ છે. રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવા ક્ષત્રિય સમાજ અડગ છે. રમજુભાએ વધુમાં કહ્યું કે, આ આંદોલન સંપૂર્ણપણે સામાજિક છે, આ રાજકીય નહીં, સામાજિક આંદોલન છે. આ આંદોલનનો રાજકીય ઉપયોગ નહીં થાય. રૂપાલાની ટિકીટ રદ્દ થવી જોઈએ તેવી સમાજની માંગ છે. 


ક્ષત્રિયો અને રૂપાલા વિવાદની વચ્ચે હવે ભાજપ પણ અડગ છે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રાજકોટમાં ભાજપનું સંમેલન યોજાશે. માહિતી પ્રમાણે આગામી 14મી એપ્રિલે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાશે, સામે 16મી એપ્રિલે ભાજપ પણ સંમેલન યોજશે. 16મી એપ્રિલે રાજકોટના રેસકૉર્સમાં ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાશે. વિજય વિશ્વાસ સંમેલનની ભાજપે અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સંબોધન બાદ લોકસભા બેઠક પર રૂપાલા ઉમેદવારી પત્રક ભરશે. ભાજપે આ દરમિયાન જણાવ્યુ છે કે, કોંગ્રેસમાથી પરેશ ધાનાણી ચૂંટણી લડે તો પણ ભાજપને ફરક નહીં પડે. પરેશ ધાનાણી કવિતા લખવામાં જ માહિર છે.