LokSabha Election 2024 Live: લોકસભામાં ભાજપની પ્રથમ જીત, સુરત બેઠક પરથી BJPના ઉમેદવાર બિનહરિફ જાહેર

Lok Sabha Election 2024 Live Updates: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે હવે આપ પણ પુરજોશમાં પ્રચાર કરી રહ્યું છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 22 Apr 2024 02:59 PM
પ્રચંડ વિજયગાથાનો સુરતથી શુભારંભ...- ભાજપ

પ્રચંડ વિજયગાથાનો સુરતથી શુભારંભ...





પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું !! - સીઆર પાટીલ

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું !!





લોકસભામાં ભાજપની પ્રથમ જીત, સુરત બેઠક પરથી BJPના ઉમેદવાર બિનહરિફ જાહેર

લોકસભા ચૂંટણીમાં સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જાહેર થયા હતા.સુરત બેઠક પરથી બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચ્યું હતું. આ સાથે ગુજરાતમાં ઇતિહાસ રચાયો હતો. ગુજરાતમાં પ્રથમ વખત લોકસભાના બિનહરીફ સાંસદ ચૂંટાયા હતા. પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચ્યાની કલેક્ટરે પુષ્ટી કરી હતી. abp અસ્મિતા સાથેની વાતચીતમાં કલેક્ટરે સત્તાવાર જાહેરાત કરી હતી. સુરત લોકસભા બેઠક પ્રથમ વખત બિનહરીફ જાહેર થઇ હતી. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ સાંસદ તરીકે ચૂંટાયા હતા. સુરત લોકસભા બેઠક પર માત્ર મુકેશ દલાલ જ ઉમેદવાર છે. ગુજરાતમાં પ્રથમ વખત લોકસભાના બિનહરીફ સાંસદ ચૂંટાયા હતા.

મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી ફોર્મ પાછુ ખેંચ્યુ

ચર્ચિત નેતા મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે, વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી ફોર્મ પરત ખેંચ્યું છે, મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલને ટેકો જાહેર કર્યો છે. ક્ષત્રિય સમાજને સહકાર આપવા ફોર્મ પરત ખેંચ્યાનો દાવો કરાયો છે. મધુ શ્રીવાસ્તવની દિકરીએ પણ અપક્ષ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. 

નવસારીમાંથી BSP ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું

લોકસભા ચૂંટણી પહેલા નવસારી બેઠકથી BSP ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે, BSPના વિજય ઠુમ્મરે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. બપોરે 12 વાગ્યે સુધીમાં 2 અપક્ષ ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા છે. 

સાબરકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચ્યું

સાબરકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે, અપક્ષ ઉમેદવાર કિર્તીભાઈ બિપિનચંદ્ર શાહે પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. બપોરે 3 વાગ્યા બાદ સાબરકાંઠામાં ચિત્ર સ્પષ્ટ થશે. 

પંચમહાલથી BSPના શૈલેષ ઠાકરે ઉમેદવારી પત્રક પરત ખેંચ્યું 

પંચમહાલથી BSPના શૈલેષ ઠાકરે ઉમેદવારી પત્રક પરત ખેંચ્યું છે, ભાજપના દિગ્ગજ નેતાઓની સમજાવટ બાદ ફોર્મ પરત ખેંચ્યુ છે. ભાજપે ટિકિટ ન મળતા શૈલેષ ઠાકરે ઉમેદવારી નોંધાવી હતી, ઘીના ઠામમાં ઘી ઠરી ગયું છે. જેઠાભાઈ ભરવાડ, સી.કે.રાઉલજીની હાજરીમાં ફોર્મ પરત ખેંચ્યુ છે. 

જામનગરથી બે ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી

જામનગર બેઠકથી બે ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી છે, અત્યાર સુધીમાં અપક્ષના બે ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લીધી છે, આર.એન.રાજ્યગુરૂ, જયરાજસિંહ ગોહિલે ઉમેદવારી પત્રક પરત ખેંચ્યુ છે, કુલ 21 પૈકી અત્યાર સુધીમાં બે અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યુ છે.

રાજકોટ બેઠકને લઈને સૌથી મોટા સમાચાર 

રાજકોટ બેઠકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, રૂપાલા સામે વાંધો ઉઠાવનાર અપક્ષ ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચી લીધુ છે. અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણીએ ઉમેદવારી પત્રક પરત ખેંચી લીધુ છે, અમરદાસે કલેક્ટર કચેરીએ આવીને ફોર્મ પરત ખેંચ્યુ છે. 

રાજકોટ બેઠકને લઈને સૌથી મોટા સમાચાર 

રાજકોટ બેઠકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, રૂપાલા સામે વાંધો ઉઠાવનાર અપક્ષ ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચી લીધુ છે. અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણીએ ઉમેદવારી પત્રક પરત ખેંચી લીધુ છે, અમરદાસે કલેક્ટર કચેરીએ આવીને ફોર્મ પરત ખેંચ્યુ છે. 

રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદ પર પહેલીવાર બોલ્યા અમિત શાહ

પશ્ચિમ યુપીની સીટો પર ધનંજયસિંહની ચૂંટણી લડવાની વાત હોય કે જૌનપુરની, જ્યાં યુપીમાં ઠાકુર સમુદાયના વિરોધની વાત છે. હવે ભાજપે આ ડેમેજ કંટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. નારાજગીના આ અહેવાલો વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતાઓએ ચાર્જ સંભાળી લીધો છે. દરમિયાન આજતક સાથેના ઈન્ટરવ્યૂ દરમિયાન અમિત શાહને આ સવાલ પૂછવામાં આવ્યો હતો.


જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ઠાકુર સમુદાય - ક્ષત્રિય સમાજની નારાજગી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું- રૂપાલાજીએ તરત જ માફી માંગી લીધી છે. અમે ત્રણ વખત માફી માંગી ચૂક્યા છીએ અને નારાજ લોકો સાથે ચર્ચા પણ કરી રહ્યાં છીએ. મને પૂરો વિશ્વાસ છે કે તે અમારી સાથે આવશે. તેમનો વિશ્વાસ ભાજપ પર જ છે. જો કે, બીજીબાજુ વિરોધીઓ ચૂંટણી જંગમાં ભાજપ સામે ઠાકુર સમુદાય-ક્ષત્રિય સમાજની નારાજગીનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેનો સંદેશ ઈન્ડિયા એલાયન્સની રેલીમાં આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહના નિવેદનથી આવ્યો છે. જો કે, આ પહેલા પણ અખિલેશ યાદવ અનેક પ્રસંગોએ ઠાકુર સમુદાય-ક્ષત્રિય સમાજને રીઝવતા જોવા મળ્યા છે. તમને જણાવી દઈએ કે ઠાકુર સમાજે -ક્ષત્રિય સમાજે પશ્ચિમ યુપીમાં ઘણી જગ્યાએ મહાપંચાયતનું આયોજન કર્યું હતું. આ પછી જાણકારોનું કહેવું છે કે આ સમાજ આ વખતે ભાજપનો વિરોધ કરી શકે છે. જો કે, આ સમુદાય હંમેશા ભાજપનો મુખ્ય મતદાર રહ્યો છે. ખાસ કરીને યુપીમાં ઠાકુર સમુદાય ભાજપને વોટ આપી રહ્યો છે.

ચૂંટણી પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ માતાજીના શરણે

આજથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. આજે મુખ્યમંત્રી કચ્છના પ્રવાસે જશે, અહીંથી તેઓ ભાજપનું મેગા ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના પ્રવાસે છે, અહીં કચ્છના નખત્રાણામાં તેઓ એક મોટી જનસભાને સંબોધિત કરશે. ભૂપેન્દ્ર પટેલ ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં પ્રચંડ પ્રચાર કરવા મેદાનમાં ઉતરશે. ખાસ વાત છે કે, આજે ભૂપેન્દ્ર પટેલ પોતાની જનસભા અગાઉ કચ્છમાં માતાના મઢે દર્શન કરશે, આશાપુરા માતાના ચરણોમાં શીશ ઝૂકાવશે, આ પ્રસંગે ભૂપેન્દ્ર પટેલ માતાજીને સાડી અને ફૂલહાર ચઢાવીને તલવાર અને પ્રસાદનો ભોગ પણ લગાવશે. માતાજીના દર્શન કરીને મુખ્યમંત્રી પ્રચારની સાથે સાથે રાજ્યની શાંતિ અને સલામતી માટે પણ પ્રાર્થના કરશે. 

'રાહુલ ગાંધી ખુદ એક જુમલા હૈં.....', WWE રેસલર ધ ગ્રેટ ખલીએ રાહુલ પર તાક્યુ નિશાન

"ધ ગ્રેટ ખલી" ઉર્ફે દલીપસિંહ રાણા, જેણે વિશ્વભરના કુસ્તીબાજોને WWE સ્ટેજ પર હરાવ્યા હતા, તેણે પણ ભાજપ વતી ચૂંટણી મેદાનમાં લીડ લીધી છે. રવિવારે (22 એપ્રિલ) રાજસ્થાનના બાડમેરમાં પ્રચાર કરવા આવેલા ખલીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી ખુદ એક જુમલો બની ગયા છે. જાણીતા રેસલર અને બીજેપી નેતા દલીપસિંહ રાણાએ પીએમ મોદીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ શું કર્યું છે તે અમીરોને સમજાશે નહીં.


ધ ગ્રેટ ખલીએ કહ્યું કે અમીર અને કોંગ્રેસના નેતાઓ માત્ર એવું જ વિચારે છે કે પૈસા તેમના ખાતામાં ટ્રાન્સફર થશે, તો જ તેઓ સ્વીકારશે કે કામ થઈ ગયું છે. પીએમ મોદીએ એવું કામ કર્યું જેના વિશે લોકોએ વિચાર્યું પણ નહીં હોય. ગામની મહિલાઓ શૌચાલય જવા માટે અંધારું થવાની રાહ જોતી. મહિલાઓને સન્માનજનક સ્થાન મળ્યું છે. સ્ટવ પર રસોઈ કરતી મહિલાઓને ગેસ સિલિન્ડર મળ્યા છે. તેમણે કહ્યું કે લોકોને જનધન ખાતામાંથી સીધા પૈસા મળી રહ્યા છે. અગાઉની કોંગ્રેસ સરકારો પર નિશાન સાધતા ખલીએ કહ્યું કે કેન્દ્ર તરફથી 100 રૂપિયા મોકલવામાં આવ્યા હતા, પરંતુ 20 રૂપિયા પણ લોકો સુધી પહોંચ્યા નથી. રસ્તાઓ બનાવતા પહેલા તૂટી જતા હતા. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પીએમ મોદીએ જે કર્યું છે તે ફક્ત તે વ્યક્તિ કરી શકે છે જેણે ગરીબી જોઈ હોય. અમીર પરિવારના લોકો ગરીબોની સમસ્યાઓ સમજી શકતા નથી. પીએમ મોદીની ગેરંટીને 'જુમલા' ગણાવનારા રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા ખલીએ કહ્યું કે રાહુલ ગાંધી ખુદ એક મોટો 'જુમલા' બની ગયા છે, તેમને ખબર નથી કે શું કરવું, કારણ કે તેઓ ઘણી વખત નિષ્ફળ ગયા છે. તેથી તે પણ રેસમાંથી બહાર છે. તેમણે પાર્ટીની કમાન મલ્લિકાર્જુન ખડગેને સોંપી દીધી છે.

સુરત લોકસભા બેઠક બિન હરીફ જાહેર થઈ શકે છે, ભાજપની જીત નિશ્ચિત છેઃ સૂત્ર

સુરત લોકસભા બેઠકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર સુરત બેઠક બિન હરીફ જાહાર થાય થઈ શકે છે. અપક્ષ સહિત ૮ ઉમેદવારો એફિડેવિટ રજૂ કરી છે. કલેકટર દ્વારા સત્તવાર બપોર બાદ જાહેરાત કરવામાં આવશે.


મળતી માહિતી પ્રમાણે હાલમાં ભાજપ સિવાય માત્ર એક ઉમેદવાર બાકી છે. અપક્ષ સહિત ૮ ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફૉર્મ પરત ખેચ્યા છે. હવે માત્ર 1 ઉમેદવાર ફોર્મ પરત ખેચવાના બાકી છે. થોડી વારમાં એક ઉમેદવાર સુરત કલેકટર પહોંચશે.


લોકસભા 26 બેઠકો પર ઉમેદવારી પત્રક ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં રાજ્યની લોકસભાની 26 અને વિધાનસભા પેટાચૂંટણીની પાંચ બેઠકો પરના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. ત્યારે સૌથી ચર્ચીત સુરત લોકસભા બેઠક પર સૌ કોઈની નજર છે. સુરત લોકસભા બેઠકની ચૂંટણીમાં ઝંપલાવનાર 15 ઉમેદવારો પૈકી ફોર્મ ચકાસણી દરમિયાન છ ઉમેદવારોના ફોર્મ રદ થતા હવે નવ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બાદ કરતા આઠ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ત્યારે આ આઠમાંથી કેટલાક ઉમેદવારો આજે ફોર્મ પરત ખેંચે તેવી શક્યતા છે.


નોંધનીય છે ક, છેલ્લા બે દિવસથી રાજ્યમાં સુરત લોકસભા બેઠક પર વિવાદ શરૂ થયો છે, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ એક એફિડેવિટમાં દાવો કર્યો હતો કે, કુંભાણીના ઉમેદવારી પત્રકમાં ટેકેદાર તરીકેની સહી તેમની નથી. આ પછી સુરત બેઠક પર હાઇ વૉલ્ટેડ ડ્રામા શરૂ થયો હતો, જોકે, કલેક્ટર કચેરીમાં લાંબી સુનાવણી બાદ આ હાઇ વૉલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ્દ થઇ ગયુ છે, હવે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સુરત લોકસભા બેઠક પરથી ચૂંટણી નહીં લડી શકે. છેલ્લા બે દિવસથી અહીં હાઇ વૉલ્ટેડ ડ્રામા ચાલી રહ્યો હતો.

આખરે નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્દ

છેલ્લા બે દિવસથી રાજ્યમાં સુરત લોકસભા બેઠક પર વિવાદ શરૂ થયો છે, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ એક એફિડેવિટમાં દાવો કર્યો હતો કે, કુંભાણીના ઉમેદવારી પત્રકમાં ટેકેદાર તરીકેની સહી તેમની નથી. આ પછી સુરત બેઠક પર હાઇ વૉલ્ટેડ ડ્રામા શરૂ થયો હતો, જોકે, આજે કલેક્ટર કચેરીમાં લાંબી સુનાવણી બાદ આ હાઇ વૉલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ્દ થઇ ગયુ છે, હવે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સુરત લોકસભા બેઠક પરથી ચૂંટણી નહીં લડી શકે. છેલ્લા બે દિવસથી અહીં હાઇ વૉલ્ટેડ ડ્રામા ચાલી રહ્યો હતો.


અમરેલી બેઠકથી કૉંગ્રેસ માટે રાહતના સમાચાર, કૉંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ઉમેદવારી પત્રક મંજૂર

એક બાજુ સુરત લોકસભાના બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.તો બીજી તરફ અમરેલી બેઠકથી કૉંગ્રેસ માટે રાહતના સમાચાર, જેનીબેન ઠુમ્મરનું ઉમેદવારી પત્રક મંજૂર થઇ ગયું છે. ઉલ્લેખનિય છે કે, કૉંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ઉમેદવારી પત્રક મંજૂર થયું છે. એફિડેવિટમાં મિલકત છુપાવી હોવાનો વાંધો ભાજપે ઉઠાવ્યો હતો, આ મામેલ પ્રતિક્રિયા આપતા પ્રતાપ દુધાતે કહ્યું કે આ નિર્ણય  ચૂંટણી પંચને  તમાચા સમાન


બ્રેકગ્રાઉન્ડ

Lok Sabha Election 2024 Live Updates: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે હવે આપ પણ પુરજોશમાં પ્રચાર કરી રહ્યું છે. ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો પર ફરીથી જીત મેળવીને કેન્દ્રમાં ભાજપની 400 પાર કરવાની નીતિ પર કામ કરી રહ્યુ છે, તો વળી, કોંગ્રેસ ભાજપના વિજયરથને રોકવા માટે પ્રયાસમાં છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા ક્ષત્રિય આંદોલનને દબાવવા પણ સરકાર એક્શન મૉડમાં છે, ગઇકાલે ભાજપના ક્ષત્રિય નેતાઓ અને ભાજપના નેતાઓની બેઠક મળી હતી. જોકે, ક્ષત્રિય સમાજ હજુ પણ રાજકોટ બેઠક પરથી રૂપાલાની ટિકીટને રદ્દ કરવાની માંગ પર અડ્યુ છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.