Lok Sabha Election: બનાસકાંઠામાં વધુ એક નવા શબ્દની ચૂંટણી પ્રચારમાં એન્ટ્રી થઇ ગઇ છે. બનાસકાંઠામાં અત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને ભાજપના ઉમેદવાર ડૉ. રેખાબેન ચૌધરી વચ્ચે જબરદસ્ત જંગ જામ્યો છે. ગેનીબેન જબરદસ્ત રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. બનાસકાંઠામાં બનાસ ડેરીની વાત આવતાની સાથે હવે 'પ્રસાદ' પૉલિટિક્સ શરૂ થયુ છે.
બનાસકાંઠામાં એક પછી એક નવા શબ્દોની ચૂંટણી પ્રચારમાં એન્ટ્રી થઇ રહી છે, આ પહેલા આ બેઠક પર મામેરું બાદ વધુ એક 'પ્રસાદ' શબ્દ આવ્યો છે, હાલમાં બનાસકાંઠાની રાજનીતિમાં 'પ્રસાદ' પૉલિટિક્સની એન્ટ્રી થઇ છે, ખરેખરમાં, બનાસ ડેરીના પ્રસાદ મુદ્દે આ આખી રાજનીતિ શરૂ થઇ છે. પશુપાલકોને વહેચાયેલા પ્રસાદને લઈને રાજનીતિ થઇ રહી છે. કાશી વિશ્વનાથના પ્રસાદને વહેચવાને લઈ રાજનીતિ છે, આ પહેલા ડેરીનો દુરૂપયોગ કરાતો હોવાનો ગેનીબેને આરોપ લગાવ્યો હતો. ગેનીબેન ઠાકોરના નિવેદન સામે ઠાકોર સમાજની દીકરીનું નિવેદન સામે આવ્યુ છે. ગેનીબેને પ્રસાદનું અપમાન કર્યાનો જ્હાન્વી ઠાકોરનો આરોપ છે.
જ્હાન્વી ઠાકોરે શું કહ્યું હતુ -
બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેનના મીઠાઈના નિવેદન બાદ યુવા ઠાકોર સમાજમાં રોષ ફેલાયો છે. જ્હાન્વી ઠાકોર નામની યુવતીએ કહ્યું તમે સમાજ અને પશુપાલકોને ગેરમાર્ગે દોરો છો. બનાસ ડેરી દ્વારા પશુપાલકોના ઘરે ઘરે મીઠાઈ આપવામાં આવી હતી તે મીઠાઈ નહોતી ભગવાનનો પ્રસાદ હતો. વારાણસીમાં પ્લાન્ટ નાંખ્યા બાદ ત્યાં મીઠાઈ બનાવાઈ હતી અને જે ભગવાન કાશી વિશ્વનાથના પ્રસાદ સ્વરૂપે પશુપાલકોને અપાઇ હતી. ઠાકોર સમાજની યુવતીએ ગેનીબેનને કહ્યું રાજકારણ કરો પરંતુ ભગવાન અને પશુપાલકોનું અપમાન ના કરો.
4 જુનના રોજ પરિણામ આવશે
તબક્કો 1: 19 એપ્રિલ 2024 મતદાન
તબક્કો 2: 26 એપ્રિલ 2024 મતદાન
તબક્કો 3: 7 મે 2024 મતદાન
તબક્કો 4: 13 મે 2024 મતદાન
તબક્કો 5: 20 મે 2024 મતદાન
તબક્કો 6: 25 મે 2024 મતદાન
તબક્કો 7: 1 જૂન 2024 મતદાન
પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 બેઠકો પર મતદાન થશે
પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થશે.
26 એપ્રિલે બીજો તબકો, 89 બેઠકો પર મતદાન
બીજો તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. બીજા તબક્કામાં દેશોના 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ દેશની 89 બેઠકો પર ચૂંટણી થશે. જેમા પરિણામ 4 જૂન આવશે.
ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 94 બેઠકો પર મતદાન થશે
ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે.
13 મેના રોજ ચોથા તબક્કામાં 96 બેઠકો પર મતદાન થશે
ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થશે.
20 મેના રોજ મતદાનના પાંચમા તબક્કામાં 49 બેઠકો પર મતદાન થશે
પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.
25 મેના રોજ છઠ્ઠા તબક્કામાં 57 સીટો પર ચૂંટણી યોજાશે
છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થશે.
સાતમા તબક્કામાં 57 સીટો પર થશે મતદાન, 1 જૂને મતદાન થશે
સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થશે.