Lok Sabha Elections 2024: ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાવા જઇ રહી છે. રાજ્યમાં 7 મેના રોજ મતદાન થવાનું છે. રાજ્યની તમામ 25 બેઠકો પર એક સાથે મતદાન થશે. સુરતમાં બીજીપી પહેલા જ જીતી ચૂકી છે. ત્યારે હવે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસો હોવાથી કેન્દ્રમાંથી રાજકીય પક્ષોના દિગ્ગજો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતર્યા છે.


પાટણમાં આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી જાહેરસભા સંબોધશે


પાટણ લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે રાહુલ ગાંધી આજે  મતદારો પાસે મત માંગશે. શહેરના પ્રગતિ મેદાન ખાતે રાહુલ ગાંધીની જાહેર સભાની તૈયારી પૂર્ણ થઇ ગઇ છે. પાટણમાં રાહુલ ગાંધી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો , પૂર્વ ધારાસભ્ય , આગેવાનો સહિત INDIA ગઢબંઘનના નેતાઓ પણ હાજર રહેશે. પાટણ ખાતે રાહુલ ગાંધીની જાહેરસભા ૨૦૧૭ બાદ એટલે કે ૭ વર્ષ બાદ થતાં જાહેરસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને તૈયારી કરવામાં આવી છે. જાહેરસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર મતદારોનો મિજાજ પણ રહેશે.


ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો પર જીત મેળવવાનો પહેલાથી જ દાવો કરી રહ્યું છે. આગામી લોકસભા ચૂંટણીમાં 2014 અને 2019માં ભાજપે અહીં એકતરફી જીત સાથે તમામ 26 બેઠકો પર કબજો જમાવ્યો હતો, હવે આ સિલસિલાને તોડવા માટે અને જીતનું ખાતુ ખોલાવવા કોંગ્રેસ નવી રણનીતિ સાથે 27મી એપ્રિલથી પ્રચંડ પ્રચારની શરૂઆત કરી દીધી છે. આ પહેલા પ્રિયંકા ગાધીએ વલસાડ ખાતે સભા સંબંધો હતી. 


કોંગ્રેસના સ્ટાર પ્રચારકો


હવે કોંગ્રેસે  પોતાના સ્ટાર ઇલેક્શન કેમ્પેઇનર અને સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે, આ લિસ્ટમાં કોંગ્રેસી ગુજરાતી નેતાઓને પણ સ્થાન આપ્યુ છે. ગુજરાત લોકસભા બેઠકો પર પ્રચાર કરવા માટે કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરાઇ છે. આ યાદી પ્રમાણે, ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, પાર્ટી ચેરપર્સન સોનિયા ગાંધી સ્ટાર પ્રચારક છે. આ ઉપરાંત આ લિસ્ટમાં રાહુલ ગાંધી, મુકુલ વાસનિક કોંગ્રેસના સ્ટાર પ્રચારક બન્યા છે. પ્રિયંકા ગાંધી વાડ્રા, અશોક ગેહલોત, સચિન પાયલટ સામેલ છે. કોંગ્રેસના ગુજરાતી નેતાઓમાં મુમતાઝ પટેલ, રઘુ દેસાઈ, ઈન્દ્રનિલ રાજ્યગુરૂ, ભરતસિંહ સોલંકી, કદીર પિરઝાદા, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, જગદીશ ઠાકોર, અમીબેન યાજ્ઞિક, લલિત કગથરા, જિજ્ઞેશ મેવાણી અને ગ્યાસુદ્દીન શેખને કોંગ્રેસના સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે.