Lok Sabha Election 2024: ગુજરાતમાં ભાજપે પ્રથમ બે યાદી જાહેર કરી દીધી છે, પ્રથમ યાદીમાં ભાજપે 15 અને બીજી યાદીમાં 7 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ભાજપની નેમ ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતવાની છે, ત્યારે બાકીની ચાર બેઠકો પર ઉમેદવારો અંગે આજે દિલ્હીમાં મંથન થશે. સુત્રો તરફથી માહિતી છે કે, ચારમાથી બે બેઠકો પર ભાજપ મહિલા ઉમેદવારોને મેદાનમા ઉતારી શકે છે, જ્યારે અન્યે બેમાં કોળી આગેવાનોને આગળ કરી શકે છે.
ગુજરાતમાં ભાજપની ચાર બેઠકો બાકી છે, 22 બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, લોકસભાની આગામી રણનીતિ અને ચર્ચા અંગે આજે દિલ્હીમાં પાર્ટીનું મેગા મંથન યોજાશે. લોકસભા ચૂંટણીના ઉમેદવારોને લઈને ભાજપનું આજે મંથન થશે. આજે દિલ્હીમાં ભાજપની કોર કમિટીની બેઠક મળશે. જેમાં ગુજરાત, યુપી, ઓડિશા સહિતના રાજ્યોના ઉમેદવારો અંગે ચર્ચા થશે. ગુજરાતની બાકીની ચાર બેઠકને લઈને પણ મંથન થશે. સુત્રો અનુસાર, ભાજપ આ બાકીની ચાર પૈકી બે બેઠક પર મહિલાઓને ટિકિટ આપી શકે છે. અમરેલી, મહેસાણાથી ભાજપ મહિલાને ટિકિટ આપી શકે છે. આ ઉપરાંત ભાજપ સુરેન્દ્રનગર, જૂનાગઢથી ભાજપ કોળી આગેવાનોને ટિકિટ આપી શકે છે.
સાબરકાંઠા ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરની અટકને લઇને વિવાદ વકર્યો, ડામોરમાંથી ઠાકોર થયાની ચર્ચા
થોડાક દિવસો પહેલા ભાજપે પોતાની બીજી યાદી જાહેર કરી હતી, આ યાદીમાં સાબરકાંઠા બેઠક પર ભાજપે પોતાનો નવો ઉમેદવાર ઉતાર્યો હતો, જેમાં દીપસિંહ રાઠોડના સ્થાન ભીખાજી ઠાકોરને પક્ષનું લોકસભા મેન્ડેટ મળ્યુ હતુ, જોકે, ભીખાજી ઠાકોરને ટિકીટ મળતાંની સાથે જ સાંબરકાંઠા મત વિસ્તારમાં ભીખાજી ઠાકોરની અટકને લઇને વિવાદ શરૂ થયો હતો, આ અંગે એક વૉટ્સએપ પૉસ્ટ વાયરલ થઇ રહી હતી જેમાં ભીખાજી ઠાકોરને ભીખાજી ડામોર અટક સાથે દર્શાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા બેઠક પર ક્ષત્રિય મતદારોની સંખ્યા વધુ છે જેને લઇને આ વિવાદ વધુ વકર્યો હતો.
સાબરકાંઠા જિલ્લામાં બે ટર્મ બાદ ભાજપે પોતાનો લોકસભા ઉમેદવાર બદલ્યો છે, આ પહેલા અહીં દીપસિંહ રાઠોડ ચૂંટાઇ આવ્યા હતા. જોકે, આ વખતે ભાજપે ગયા અઠવાડિયે જાહેર કરેલી પોતાની બીજી યાદીમાં ભીખાજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ભીખાજી ઠાકોરના નામની જાહેરાત થતાં જ સોશ્યલ મીડિયા વૉટ્સએપ પર ભીખાજી ઠાકોરની અટકને લઇને એક વિવાદ શરૂ થયો હતો, જેમાં તેમને ભીખાજી ડામોર તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
ભાજપ દ્વારા સાબરકાંઠા બેઠક પરનાઉમેદવાર ભીખાજી ઠાકોરને લઇને વૉટ્સએપ પર એક પૉસ્ટ વાયરલ થઇ રહી હતી, જેમાં દર્શાવવામાં આવ્યુ હતુ કે ભીખાજી લાંબા સમય અગાઉ ડામોર અટક લખવતા હતા અને થોડા સમય અગાઉથી તેઓ ઠાકોર અટક લખવતાં થયા છે, આ વાતને લઇને સોશ્યલ મીડિયા પર વિવાદ છેડાયો હતો.
સાબરકાંઠા જિલ્લાની લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી એ ઉમેદવાર જાહેર કરતા તેની પેટા જ્ઞાતિ ને લઈ સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો છે જેનો આજે લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો. અગાઉના વર્ષમાં ભીખાજી ઠાકોર પોતાની અટક તરીકે ભીખાજી ડામોર લખાવતા હતા અને ત્યારબાદ તેઓ ઠાકોર અટક લખાવી રહ્યા છે જેને લઇને તેઓની ઉમેદવારી
સાબરકાંઠા લોકસભા ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોરે શું કર્યો ખુલાસો -
ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે પોતાની અટક, જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ અંગે ખુલાસો કર્યો છે. ગઇકાલે હિંમતનગર ખાતે સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદને સંબોધતા તેમને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજને લઈને ખુલાસો કર્યો હતો, ભીખાજી ઠાકોરે કહ્યું હતું કે, હું ઠાકોર કૉમ્યુનિટીનો જ વ્યક્તિ છું, અને અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીના ઓબીસી મોરચાના અલગ-અલગ હોદ્દા ઉપર પણ સેવાઓ આપેલી છે, તેમજ પ્રદેશ કક્ષાએ સામાજિક સંગઠનોમાં પણ સેવાઓ આપેલી છે, તેઓ ખૂલાસો કરવામાં આવ્યો છે જોકે એટલું જ નહીં પરંતુ ઠાકોર કૉમ્યુનિટીના લોકો ડામોર અટક લખાવતા હોય અને તેવા 50,000 કરતાં વધુ મતદારો હોવાનો પણ તેઓએ દાવો કર્યો છે. ચૂંટણીટાણે વિપક્ષ દ્વારા આ પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાની પણ વાત કરી હતી.