ગાંધીનગર: ગુજરાતમાં 'મહા' વાવાઝોડાનું સંકટ છે. 'મહા' વાવાઝોડું દિશા બદલી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સાત નવેમ્બરના વહેલી સવારે મહા વાવાઝોડુ પોરબંદર-દીવ વચ્ચે ટકરાશે. ગુજરાતના દરિયા કાંઠા પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને કેટલાક વિસ્તારોમાં NDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસારા ગુજરાત તરફ આવતા આવતા આ વાવાઝોડું નબળું પડી જશે.
'મહા' વાવાઝોડુ જેમ જેમ ગુજરાત તરફ આવશે તેમ નબળુ પડશે. મહા વાવાઝોડુ પોરબંદરથી 660 અને વેરાવળથી 770 કિ.મી. દુર છે. આજે સવારે સાડા આઠ વાગ્યા બાદ મહા વાવાઝોડાએ દિશા બદલી છે. છ તારીખએ જૂનાગઢ, અમરેલી, દીવ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજકોટ, સુરત, આણંદ, ભરૂચ અને અમદાવાદમાં પણ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
ઈન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ પણ 'મહા' વાવાઝોડાને લઈને સજ્જ છે. કોસ્ટગાર્ડની શીપ અને હેલિકોપ્ટરની મદદથી દરિયામાં સતત નીરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. એટલુ જ નહી ગુજરાત કોસ્ટગાર્ડ વહીવટી પ્રશાસન સાથે પણ સતત સંપર્કમાં રહીને કોસ્ટગાર્ડ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ હોવાની વાત કરી છે. તમામ માછીમારો પરત ફર્યા છે. ઈન્ડિયન કોસ્ટગાર્ડના કમાડન્ટે એબીપી અસ્મિતા સાથે વાત કરતા કહ્યું, ઓછી તિવ્રતા સાથે વાવાઝોડુ ટકરાશે. વાવાઝોડું ટકરાશે ત્યારે 70થી 80 કિ.મીની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
'મહા' વાવાઝોડુ દિશા બદલી ગુજરાત તરફ આગળ વધ્યું, 7 નવેમ્બરે પોરબંદર-દીવ વચ્ચે ટકરાશે
abpasmita.in
Updated at:
05 Nov 2019 05:06 PM (IST)
ગુજરાતમાં 'મહા' વાવાઝોડાનું સંકટ છે. 'મહા' વાવાઝોડું દિશા બદલી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સાત નવેમ્બરના વહેલી સવારે મહા વાવાઝોડુ પોરબંદર-દીવ વચ્ચે ટકરાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -