મહેશ કનોડિયા તેમની “મહેશકુમાર એન્ડ પાર્ટી” દ્વારા પણ જાણીતા છહતા. તેઓ કુદરતી બક્ષિસ ધરાવતા ઉમદા ગાયક હતા. તેઓ સ્ત્રી તથા પુરુષનાં એમ બંનેના અવાજમાં ગીતો ગાવા માટે પ્રખ્યાત હતા. તેઓ લતા મંગેશકર, મોહમ્દ રફી સહિત 32 કલાકારોનાં અવાજમા ગીતો ગાવા જાણીતા હતા. મહેશ કનોડિયાની આ ખાસિયતને લઈ લતા મંગેશકર પણ પ્રભાવી થયા હતા અને તેમની પ્રશંસા કરી હતી.
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝમાંથી મહેશ-નરેશની જોડી ભારત બહાર જઈને સ્ટેજ પર્ફોમન્સ આપનારી પ્રથમ જોડી હતી. 1980ના દાયકામાં તેમણે આફ્રિકા અમેરિકા તથા એશિયાના કેટલાંક દેશોમાં સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું. જે બાદ ગુજરાતમાં પણ તેમના અનેક શૉ થયા હતા.
મહેશ કનોડિયાના નિધનથી ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેઓ સતત બે ટર્મ સુધી પાટણની બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ વર્ષ 2018માં ડોકટરની પદવીથી નવાજ્યા હતા. તેમને કલા અને સંગીત ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડીલીટી ની પદવી અપાઈ હતી.
ગુજરાતીના જાણીતા ગાયકનું નિધન, ભાજપના સાંસદ પણ રહ્યા હતા, જાણો વિગત
ગુજરાતમાં ક્યારથી ખૂલી શકે છે સ્કૂલ-કોલેજ ? શિક્ષણ મંત્રીએ શું કહ્યું, જાણો વિગત
દાહોદઃ પ્રસુતિ બાદ દવાખાનેથી ઘરે પરત ફરતા રીક્ષા 30 ફૂટ ઊંડા કોતરમાં ખાબકી, નવજાત સહિત ત્રણ બાળકોના મોતથી શોકનો માહોલ
વડોદરાઃ માતાએ 7 દિવસની બાળકીને તરછોડી, શરીર પર ચડી ગઈ હતી કીડીઓ