વડોદરાઃ સંસ્કારી નગરી વડોદરામાં એક માતાએ પોતાનું પાપ છુપાવવા સાત દિવસની માસૂમ બાળકીને તરછોડી દીધી હતી. જાંબુવા હાઉસિંગ પાસેથી આ બાળકી મળી આવી હતી. બાળકીના શરીર પર કીડીઓ ચડી ગઈ હતી.

રસ્તા પરથી પસાર થતાં શખ્સે બાળકીને જોતા કીડીઓ હટાવી હતી. બાળકી મળી આવી હોવાની વાત ફેલાતાં જ સ્થળ પર લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. એક મહિલાએ બાળકીના શરીર પરથી કીડીઓ હટાવી હતી.

મકરપુરા પોલીસને આ અંગે જાણ કરતાં આવી પહોંચી હતી અને બાળકી ત્યજી દેનારી માતાની શોધખોળ શરૂ કરી હતી. લોકોએ નિષ્ઠુર માતા પર ફિટકાર વરસાવ્યો હતો.



ગિરનાર રોપ વે આજથી લોકો માટે મુકાશે ખુલ્લી, જાણો 2.3 કિમીનું અંતર કેટલી મિનિટમાં કપાશે

Coronavirus: દુનિયામાં ફરી 4 લાખથી વધુ આવ્યા કેસ, અત્યાર સુધીમાં 11 લાખથી વધુ સંક્રમિતોના મોત, 1 કરોડ એક્ટિવ કેસ