Mahisagar Crime News: રાજ્યમાં ગુનાખોરીના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે, આજે મહીસાગર જિલ્લામાંથી એક અસામાજિક તત્વા દ્વારા આતંક મચાવવાની ઘટના સામે આવી છે, પ્રેમ પ્રકરણમાં ચાર શખ્સોએ ભેગ મળીને એક શખ્સને ઢોર માર માર્યો હોવાની ઘટના ઘટી છે. હાલમાં આ બાબતે લુણાવાડા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. 


ઘટનાની વિગતો એવી છે કે, મહીસાગર જિલ્લામાંથી પ્રેમ પ્રકરણની આશંકાને લઇને ચાર શખ્સો દ્વારા એક શખ્સનો ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યુ છે. જિલ્લાના લુણાવાડા નજીક આવેલા એક ગામમાં એક શખ્સને ચાર શખ્સોએ બાંધીને ઢોર માર માર્યો હતો, આ પછી તે ગંભીર રીતે ઘાયલ થતાં તેને ગોધરા હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ફરિયાદી અનુસાર, આ ઘટનાના આરોપીની બહેનને ગાડીમાં બેસાડીને એક લગ્ન પ્રસંગમાં લઇ જઇ રહ્યો હતો, આ વાતની જાણ આરોપીને થતાં તેને કેટલાક શખ્સો સાથે મળીને ધુળાભાઇની ગાડી રસ્તામાં રોકી હતી, જ્યાં ગાડીમાં જ ધુળાભાઇને માર મારવામાં આવ્યા હતા, બાદમાં તેમને હિંડોળીયા ગામે લઇને જઇને હાથ-પગ બાંધીને ફરીથી માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં પ્રેમ પ્રકરણ હોવાની આશંકા સેવાઇ રહી છે. હાલમાં આ મામલે લુણાવાડા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદી ધુળાભાઇ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને ગોધરા સિવિલ હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


અસામાજિક તત્વોના ત્રાસથી સગીરાની આત્મહત્યા, ઘર પાસે આંટાફેરા કરીને આપી હતી મારી નાંખવાની ધમકી


બોટાદ (Botad) શહેરમાં આજે એક સનસનીખેજ મોતની ઘટના સામે આવી છે, શહેરમાં અસામાજિક તત્વના આતંકથી એક સગીરાએ આત્મહત્યા (Committed Suicide) કરી લીધી છે. છેલ્લા કેટલાક સમયથી સગીરાના ઘરની નજીક આંટાફેર કરતા યુવકને સગીરાના પિતાએ ઠપકો (Fight) આપ્યા બાદ મામલો બિચક્યો હતો, અને યુવકે તેના પિતાને મારી નાંખવાની ધમકી આપી હતી, આ વાતનું લાગી આવતા સગીરાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના મામલે બોટાદ પોલીસે (Police Case) ચાર શખ્સો વિરૂદ્ધ પોલીસ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


બોટાદ શહેરમાંથી (Botad Crime) આત્મહત્યાની (Suicide) સનસનીખેજ ઘટના સામે આવી છે. શહેરમાં એક સગીરાને જીવથી મારી નાખવાની ધમકી આપતાં તેને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે. ખરેખરમાં, ઘટનાની વિગતો એવી છે કે, થોડાક દિવસો પહેલા શહેરમાં રહેતા અસામાજિક તત્વોએ (Strnager Man) જેમાં વિપુલ ઘુઘા જીલીયા નામના એક શખ્સ અવારનવાર સગીરાના ઘરની નજીક આંટાફેરા કરતો હતો. આ વાતને લઇને સગીરાના પિતાએ આંટાફેરા મારીને સગીરા પર નજર બગડતા યુવને ઠપકો આપ્યો હતો, આ બાબતે તે સમયે યુવાન અને સગીરાના પિતા વચ્ચે બોલાચાલી થઇ અને ઘુઘા જીલીયાએ સગીરાના પિતાને 11મી મેએ મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે, આ ધમકીથી સગીરાને લાગી આવતા તેને બાદમાં ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી હતી. સગીરાને શહેરના સબિહા હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી જ્યાં તેનું મોત નીપજ્યુ હતુ.  


આત્મહત્યાની ઘટના મામલે પોલીસમાં આરોપી વિપુલ તેમજ તેના પિતા ઘુઘાભાઈ રામુભાઈ જીલીયા, રવજીભાઈ ગડાભાઈ, મફો રામુભાઈ વિરૂધ્ધ ૫૦૪, ૫૦૬-૨ મુજબ ફરીયાદ નોંધાઈ હતી. આ ચારેય શખ્સો વિરૂધ્ધ મારવા માટે દુષ્પેરણા આપવાની કલમ ૩૦૫નો ઉમેરો કરીને તમામ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.