Heatwave forecast: 18 મે બાદથી ગુજરાત જાણે ભઠ્ઠીમાં શેકાઇ રહ્યું  છે. કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન વિભાગે હજુ પણ પાંચ દિવસ હિટવેવ ( Heat wave)ની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 43ને પાર જવાની શક્યતાને લઇને હવામાન વિભાગે (Meteorological Department)અમદાવાદમાં 5 દિવસનું ગરમીને લઇએ રેડ એલર્ટ ( red alert)આપ્યું છે. કાળઝાળ ગરમીની સ્થિતિને જોતા અમદાવાદ કોર્પોરેશનએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને ગરમીથી રક્ષણ મળી રહે માટે 12થી 4 કન્સ્ટ્રકશન સાઇટ કન્સ્ટ્રક્શન પર કામ બંધ રાખવાનો આદેશ કર્યો છે.


ઉલ્લેખનિય છે કે. કમોસમી વરસાદના ( unseasonal rain) રાઉન્ડ બાદ  ગુજરાત સતત આગની ભઠ્ઠીમાં શેકાઇ રહ્યું છે. સતત પાંચમાં દિવસે અગનભઠ્ઠીના કારણે  આગ વરસાવતી ગરમીથી ગુજરાતવાશીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ગઇ કાલે સાત શહેરોમાં હિટવેવની સ્થિતિ યથાવત રહી હતી. સાત શહેરોનું તામાન 44 ડિગ્રીને પાર પહોંચ્યું છે. 45 ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ તાપમાન  નોંધાયું. તો સુરેન્દ્રનગર ,પોરબંદર, ભાવનગરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ, રાજકોટ, અમરેલીમાં હીટવેવની આગાહી કરાઇ છે, આજે કચ્છ, અમદાવાદ, ગાંધીનગર અને આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠામાં તાપમાનો પારો 42ને પાર જવાની શક્યતાને લઇને  હીટવેવની આગાહી કરવામાં આવી છે.


 


ગુજરાતમાં સોમવારનો દિવસ સૌથી વધુ ગરમ રહ્યો. રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 42ને પાર જતાં આગ ઝરતી ગરમીએ લોકોને અકળાવી દીધા.સોમવારે ક્યાં કેટલું નોંધાયું તાપમાનમાવાઠા બાદ ફરી તાપમાનના પારો ઉંચે જતાં નાગરિકો સતત આગઝરતી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. હવામાન વિભાગે હજુ પણ આગામી 5 દિવસ હિટવેવની આગાહી કરી છે. સોમવારે રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 44ને પહોંચ્યો હતો.



  • ગાંધીનગર           45.0 ડિગ્રી

  • અમદાવાદ           44.5 ડિગ્રી

  • સુરેન્દ્રનગર           44.3 ડિગ્રી

  • વડોદરા       44.2 ડિગ્રી

  • ભાવનગર           44.2 ડિગ્રી

  • વ.વિ.નગર           44.1 ડિગ્રી

  • અમરેલી      44.0 ડિગ્રી

  • ડીસા        43.2 ડિગ્રી

  • રાજકોટ      43.0 ડિગ્રી

  • મહુવા        42.4 ડિગ્રી

  • કેશોદ        41.7 ડિગ્રી

  • ભૂજ         41.2 ડિગ્રી


તો બીજી તરફ કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન વિભાગે ચોમાસાના આગમનના આપ સંકેત આપ્યા છે.દક્ષિણ પશ્ચિમ ચોમાસું (Monsoon) રવિવારે દેશના દક્ષિણ છેડે નિકોબાર ટાપુઓ પર પહોંચી ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ માહિતી આપી છે. હવામાન કચેરી અનુસાર, "દક્ષિણ પશ્ચિમ ચોમાસું (Monsoon) રવિવારે માલદીવ, કોમોરિન વિસ્તાર અને દક્ષિણ બંગાળની ખાડીના ભાગો, નિકોબાર ટાપુઓ અને દક્ષિણ આંદામાન સમુદ્રના ભાગોમાં પહોંચી ગયું છે."


ચોમાસું (Monsoon) 31 મે સુધીમાં કેરળ પહોંચવાની સંભાવના છે. આ પહેલા કેરળ અને તમિલનાડુમાં પ્રી મોન્સુન ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. IMD એ રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ (Rain)નું એલર્ટ જાહેર કર્યું છે.વિશાખાપટ્ટનમ ચક્રવાત ચેતવણી કેન્દ્રના મેનેજિંગ ડિરેક્ટર સુનંદા કહે છે, "દક્ષિણ પશ્ચિમ ચોમાસા (Monsoon)ના પવનો ઉત્તર આંદામાન સમુદ્ર અને દક્ષિણ બંગાળની ખાડી સુધી લંબાય છે. સ્થિતિ અનુકૂળ છે અને તે શ્રીલંકા તરફ આગળ વધીને કેરળ પહોંચશે. એકવાર ચોમાસું (Monsoon) પહોંચશે. કેરળ, "એક અઠવાડિયા કે એક અઠવાડિયાથી દસ દિવસમાં તે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અને આંધ્ર પ્રદેશ રાજ્યમાં પહોંચી જશે."તેમણે કહ્યું, 'આગામી બે દિવસમાં, દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર એક લો પ્રેશર બનવાની સંભાવના છે અને તે મધ્ય બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં વધુ તીવ્ર બનશે. પ્રથમ દિવસે, તેની ક્ષણ ઉત્તર દિશા અથવા ઉત્તર પૂર્વ દિશામાં હોય છે અને ડિપ્રેશનની રચના પછી, તે ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે