ભાવનગરઃ ભાવનગર મનપાના કમિશ્નર અને 6 અધિકારીઓ વિરુદ્ધ કોર્ટમાં 12 કરોડ રૂપિયાનો દાવો દાખલ કર્યો કરાયો છે. ચિતરંજન ચોકમાં રહેતા અને માધવદર્શન ખાતે મિલકત ધરાવતા દિગ્વિજયસિંહ જાડેજાએ કોર્ટમાં દાવો દાખલ કર્યો છે.

મનપાએ માધવદર્શન ખાતે આવેલી મિલ્કતને બદ ઈરાદાથી નોટિસ આપેલ અને મિલ્કતને આર્થિક નુકશાની પહોંચાડવાના ઈરાદાથી માલિકે 12.08 કરોડનો દાવો દાખલ કર્યો છે. મનપા કમિશ્નર સહિત 6 અધિકારીઓએ સત્તાનો દુરઉપયોગ કરી ગેરકાયદેસર આદેશો પસાર કરાવેલ હોવાનો આક્ષેપ કરાયો છે.

ગુજરાત હાઈકોર્ટે 17-9-20ના રોજ આ આદેશને રદ્દ કરેલ છે. મનપા કમિશ્નર સહિત 6 અધિકારીઓ સામે 12.08 કરોડની આર્થિક નુકશાનીને વસૂલવા કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.