પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે વિજલપોર સ્થિત મુનલાઇ એપાર્ટમેન્ટમાં રહેતી મેઘાના લગ્ન દોઢ વર્ષ અગાઉ ધરમપુર ખાતે રહેતા અંકીત ખંભાતી જોડે થયા હતાં. સિવિલ હોસ્પિટલમાં નોકરી હોવાથી માતા સાથે મુનલાઇટ એપાર્ટમેન્ટના ફલેટ ભાડેથી રાખી રહેતી હતી. ગુરુવારે સવારના ત્રણ કલાકે મેઘાના માતા સવારે લઘુશંકા માટે ઉઠી ત્યારે પુત્રી મેધા પંખા સાથે દુપટ્ટો બાંધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી.
મેઘાની માતાએ બૂમાબૂમ કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા. આ પછી વિજલપોર પોલીસને જાણ કરાઈ હતી. ઘટના સ્થળે પહોંચેલે પોલીસને તપાસ દરમિયાન મેઘાના રૂમમાં બેડ પરથી પાંચ પાનાની સૂસાઈડ નોટ મળી આવી હતી. સૂસાઇડ નોટમાં સિવિલ હોસ્પિટલમાં હેડ નર્સ તરીકે ફરજ બજાવતી તારા ગામીત અને વનીતા પટેલ દ્વારા તેણીને ભારે ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ કરાયો હતો અને તેમના કારણે જ આત્મહત્યા કરી રહી હોવાનો મેઘાએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો.
સ્ટાફ નર્સ સિનિયર જોડે શારીરિક સંબંધ બાંધવા પણ દબાણ કરતી હોવાની વાત મેઘાએ સૂસાઇડ નોટમાં લખી હતી અને આ બાબતોથી કંટાળી જઈ આત્મહત્યા કરી રહી હોવાની વાત સૂસાઇડ નોટમાં લખી છે. ઉપરાંત તેના સાસરીવાળાને પણ અંતિમવિધિમાં હાજર ન રાખવા મેઘાએ જણાવ્યું છે. પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.