Manish Sisodia Visits Gujarat: આમ આદમી પાર્ટીએ ગુજરતમાં મિશન 2022ને લઈને કાઉન્ટડાઉન શરુ કરી દીધુ છે. અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયા હાલમાં ગુજરાત પ્રવાસે છે. આજે હિંમતનગર ખાતે આમ આદમી પાર્ટીની જાહેરસભા યોજાઈ હતી. હિંમતનગર ટાઉનહોલ ખાતે અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયાએ સભા સંબોધી હતી. જેમાં ટાઉનહોલ ખાતે સ્થાનિક કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા.


 






આ દરમિયાન મનિષ સિસોદિયાએ કહ્યું કે, ડિસેમ્બર બાદ આપની સરકાર બનતા કોઈ નહિ રોકી શકે. દિલ્હી અને પંજાબમાં આવો જ માહોલ હતો. જ્યાં બાદમાં સરકાર બની. ગુજરાતમાં પણ સરકાર બનશે. હું જ્યારે ગુજરાતની સ્કૂલો જોવા આવ્યો ત્યારે તેની હાલત જોઈને મને આશ્ચર્ય થયું. ખરાબમાં ખરાબ સ્કૂલોની સ્થિતિ હતી. એક મહિનાના કોન્ટ્રાકટ પર ટીચર્સ નોકરીમાં હતા.


મનીષ સીસોદીયાએ આપી ગેરેન્ટી


મનીષ સીસોદીયાએ વધુમાં કહ્યું કે, તમે આપની સરકાર બનાવો ગુજરાતની તમામ સ્કૂલ પ્રાઇવેટ સ્કૂલ કરતા વધુ શાનદાર બનાવી દઇશુ. ખાલી બિલ્ડીગ જ નહીં બનાવીએ પણ શિક્ષણનું સ્તર પણ સુધારીશું. હું દિલ્હીથી અમદાવાદ IMAમાં દિલ્હીના આચાર્યને ટ્રેનિંગ માટે મોકલી શકતો હોવ તો ગુજરાતમાં કેમ નહિ. અમે એક લાખ નવા શિક્ષકોની ભરતી કરીશું. વિધાસહાયકોની સમસ્યાઓ એક મહિનામાંમાં હલ કરી દઇશું.


બે દિવસ પહેલા મારા ઘરે બિન બોલાવ્યા મહેમાન આવ્યા. હું ડરતો નથી. હું ઈમાનદાર છું. મારા ઘરે સીબીઆઈ પહોંચી તો હું એક સેકન્ડ માટે ડર્યો નહિ. મન મજબૂત છે કારણ કે ઈમાનદાર છું. કેન્દ્રમાં બેસેલા નિજામને ડર લાગે છે. મને મેસેજ આવ્યો કે સીબીઆઈ ઇડીથી બચવા માંગતા હોય તો આપ છોડીને ભાજપમાં આવવા કહેવામાં આવ્યું. મને કહ્યું આપ છોડીને ભાજપમાં આવો અમે ભાજપના સીએમ બનાવીશું.


આ પણ વાંચો


Manish Sisodia Gujarat Visit: જાણો મનિષ સિસોદિયાએ ગુજરાતમાં શું કરી મોટી જાહેરાત


Arvind Kejriwal Gujarat Visit: કેજરીવાલે ફરી આપી 5 નવી ગેરેન્ટી, હોસ્પિટલમાં નહીં આપવો પડે એક પણ રૂપિયો


UPI payment : UPI પેમેન્ટ અને સર્વિસ પર કોઈ ચાર્જ લેવામાં નહીં આવે, નાણા મંત્રાલયે કરી સ્પષ્ટતા


CRIME NEWS : અમદાવાદના અમરાઈવાડીમાં ગલુડિયાની હત્યા બાબતે ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો સમગ્ર મામલો


NITISH KUMAR : 2024ની લોકસભા ચૂંટણીમાં નીતિશ કુમાર વડાપ્રધાન પદના મજબૂત દાવેદાર બનશે, જાણો કોણે કર્યો દાવો


AHMEDABAD : એક તરફથી પ્રેમમાં પાગલ પ્રેમીથી કંટાળી મહિલા ડોક્ટરે પોલીસ પાસે માંગી મદદ, પ્રેમીની અટકાયત