ડો. દેસાઈએ કહ્યું કે, નાનાં બાળકો પાસે કોરોના સામે કાળજી રાખવાના નિયમોનું પાલન કરાવવું ખૂબ મુશ્કેલ છે. શિક્ષણ જીવનથી વધારે નથી તેથી બાળકો જીવતાં હશે તો ફરી ભણાવી લઈશું. તેમણે એ વાત પર ભાર મૂક્યો છે કે, વેક્સિન બાળકોને આપ્યાં બાદ તેમનાં શરીરમાં એન્ટિબોડી ડેવલપ ન થાય ત્યાં સુધી સ્કૂલ શરૂ ન કરવી જોઈએ.
તેમણે સવાલ કર્યો કે, સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લઈને તમે બાળકોમનું જીવન શું કરવા જોખમમાં મૂકવા માગો છો ? હાલની સ્થિતિમાં સ્કૂલો શરૂ કરવી એકદમ અયોગ્ય છે. દરેક સ્કૂલના સંચાલકો કહે છે કે, અમે ચુસ્તપણે કોરોનાના નિયમનું પાલન કરીશું પણ એ શક્ય નથી. મોટા લોકો માસ્ક પણ નથી પહેરતા અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ રાખતા નથી, તો પછી બાળકો કેવી રીતે રાખશે એ વિચારવાની જરૂર છે.
તેમણે એવો સવાલ પણ કર્યો કે, સ્કૂલો શરૂ કરો પછી બાળકોમાં સંક્રમણ ફેલાશે તો તેની જવાાબદારી કોણ લેશે? હું સ્પષ્ટ રીતે માનું છું કે, બાળકોને હાલની સ્થિતિમાં સ્કૂલે ન મોકલવા જોઇએ.