Salangpur controversy Live Update: રામ માધવે સાળંગપુરમાં સંતો સાથે કરી મુલાકાત, વિવાદનો અંત લાવવાના પ્રયાસો તેજ
સાળંગપુર મંદિરના ભીંતચિત્રોને લઇને રાજ્યભરમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદમાં આ મુદ્દે સંતોની બેઠક મળી રહી છે.
સાળંગપુર મંદિર ખાતે ભીંતચિત્રોને લઈને ચાલી રહેલો વિવાદ ઉગ્ર બની રહ્યો છે. આજે સંત સમાજની બેઠક પણ યોજાઈ હતી. તો બીજી તરફ આ સમગ્ર વિવાદ મામલે હવે રાષ્ટ્રીય સ્વયં સંઘ એટલે કે RSSની એન્ટ્રી થઈ છે. વિવાદનો અંત લાવવા આરએસએસએ દરમિયાનગીરી કરી છે. RSSના રામ માધવે સાધુ સંતો સાથે બેઠક કરી છે. રામ માધવે સાળંગપુરની મુલાકાત લીધી છે. તેમણે સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ સંતો સાથે બેઠક કરી છે. ભીંતચિત્રના વિવાદ વચ્ચે આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, રામ માધવ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય સચિવ છે અને હાલ RSS માં મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. રામ માધવ Rssના અખિલ ભારતીય કાર્યકારણીના સદસ્ય છે. તેઓએ 15થી 20 મિનિટ સુધી મંદીર પ્રશાસન સાથે મુલાકાત કરી
સાંળગપુર ભીંત ચિત્રોનાવિવાદને લઇને અખિલ ભારતીય સંત સમિતિએ મોટો નિર્ણય કર્યો છે. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પદથી નૌતમ સ્વામીની હકાલપટ્ટી કરવાઇ છે. ભગવાન રામ, કૃષ્ણ, હનુમાનજીના અપમાન તેમને આ પદથી દૂર કરવામાં આવ્યા છે. લખનઉમાં મળેલી કાર્યકારણીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સાળંગપુર મંદિરના ભીંત ચિત્રોના વિવાદ ઉકેલાયો હોય તેવું લાગી રહ્યું છે. મંદિરના કોઠારી સ્વામીએ 2 દિવસમાં ભીંતચિત્રો હટાવી લેવા માટે બાંહેઘરી આપી છે.સાળંગપુર મંદિરના ભીંત ચિત્રોના વિવાદ ઉકેલાયો હોય તેવું લાગી રહ્યું છે. મંદિરના કોઠારી સ્વામીએ 2 દિવસમાં ભીંતચિત્રો હટાવી લેવા માટે બાંહેઘરી આપી છે.ઉલ્લેખનિય છે કે ભીંતચિત્રોના વિવાદને લઇને આજે સાધુ સંતો અને મંદિરના પ્રતિનિધિની બેઠક મળી હતી. બેઠકમાં મંદિરના કોઠારી સ્વામીએ ભીંત ચિત્રો હટાવવા માટે 2 દિવસનો સમય માગ્યો હતો. બે દિવમાં ભીંત ચિત્રો હટાવી દેવામાં આવશે. ઉપરાંત તેમણે એ પણ વિશ્વાસ અપાવ્યો હતો કે ફરીથી આવી ઘટના નહિ બને. મંદિર પ્રતિનિધિ મંડળે ટૂંક સમયમાં જ આ મુદ્દે નિરાકરણ લાવવાનો વિશ્વાસ અપાવ્યો છે.
સાળંગુપુર ભીંતચિત્રોના વિવાદને લઇને સંત પ્રતિનિધિ અને મંદીર પ્રશાસન વચ્ચે બેઠક મળી હતી. જે બેઠક પૂર્ણ થઇ છે. કોઠારી સ્વામી સહિતના સંતો બહાર આવ્યાં હતા અને મીડિયા સમક્ષ વાતચીત કરી હતી.
સાળંગુપુર ભીંતચિત્રોના વિવાદને લઇને આજે અગત્યની બેઠક મળી હતી. બેઠકમાં દરેક સાધુ સંતોએ પોતના મત રજૂ કર્યાં હતા. મંડલેશ્વર , મહા મંદલેશ્વર આજે એક થયા અને દરેક મોરચે લડવા તૈયાર થયા છે. બેઠકમાં ઉપસ્થિત સાધુ સંતો મામલે બની બેઠેલા સ્વામીઓએ કહ્.યું હતું કે, અસુરો ભેગા થયા છે. ત્યારે જ્યોતિબાપુએ કહયું કે તમે કોઇનું નહિ સાંભળો તો બેસૂરા થઇ જશો. તેમણે કહ્યું હતું કે દરેક તબક્કે આ મુદ્દે લડવા તૈયારી છીએ.
સાળગપુર મંદીરમાં ભીતચિત્રો વિવાદ મામલે,બરવાળા લક્ષ્મણ મદિર સહિત અન્ય મંદિરના સાધુ સંતો સાળગપુર પોહચ્યા હતા. અહીં બંધ બારણે સાધુ સંતોની બેઠક મળી હતી અને બાદ તેઓ રેલી સ્વરૂપે સાળંગપુર હનુમાનજીના મંદિર પહોંચ્યા હતા.
રાજકોટમાં કિન્નર સમાજ દ્વારા સ્વામિનારાયણના સંતોની જાટકણી કાઢવામાં આવી હતી અને સ્વામિનારાયણના સંતો પર આકરા પ્રહારો કર્યા હતા. કિન્નર સમાજે કહ્યું, ચિત્રોનો ખૂબ જ વિરોધ કરીએ છીએ, ચોર-ડાકુઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બેઠા છે, ગુરુકુળમાં શું બધું ચાલે છે અમે પણ જાણીએ છીએ. સરકારને કિન્નર સમાજ આવા ચિત્રો દૂર કરાવાની અપીલ કરે છે.
સાળંગપુર મંદિરનો 4 નંબરનો ગેટ બંધ કરવામાં આવતા ભક્તોએ હોબાળો કર્યો હતો. જો કે ભક્તોનો રોષ બાદ 1 કલાક બાદ ગેટ ખોલવામાં આવ્યો હતો. હાલ મંદિરમાં પ્રવેશ માટે ગેટ નબર 3 અને 4 ઉપરાંત શોપિંગ સેંટર તરફનો રસ્તો ખુલ્લો મૂકાયો છે.
નૌતમ સ્વામીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અખિલ ભારતીય સંત સમિતિની કાર્યકારીણીની બેઠક મળી હતી. જેમાં નૌતમ સ્વામીની હકાલપટ્ટી થઈ હોવાની ચર્ચા સામે આવી છે. તેઓને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષપદેથી હટાવાયા હોય તેવી ચર્ચા થઇ રહી છે.
હનુમાનજી દાદાના અપમાનને લઈને સંત સંમેલનનો મોટો સંકલ્પ કર્યોછે. આજે મળેલી બેઠકમાં સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાનો સંતોએ સંકલ્પ કર્યો છે. સંતોએ એક થઈને સ્વામીનારાયણ મંદિરે નહીં જવાનો કર્યો સંકલ્પ કર્યો છે. ઉપરાંત સ્વામીનારાયણના સંતો સાથે સ્ટેજ પર શેર ન કરવાનો સંકલ્પ કર્યો છે. કોઇ પણ પ્રલોભન આપે તો પણ સ્વામીનારાયણના સંતો સાથે નહીં રહેવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
સાળંગપુર મંદિરના ભીંત ચિત્રોને લઇને વિવાદ વકર્યો છે. સૌરાષ્ટ્રના સાધુ-સંતોમાં પણ આ મુદ્દે ભારોભાર વિરોધ જોવા મળી રહ્યો છે. રાજકોટના ખ્યાતનામ કથાકાર મુકુન્દ દાસ બાપુએ 18 વર્ષ પહેલા કહ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ પ્રવૃત્તિઓ ચાલે છે તે હિંદુ ધર્મને ન શોભે,કથાકાર મુકુંદ બાપુએ અનેક વખત પોતાની કથામાં પણ કહ્યું હતું.આગામી 5 તારીખે મંગળવારના રોજ લીમડીમાં આવેલા મોટા મંદિરમાં સાધુ સંમેલન મળશે.લીમડીના સંત લલિત કિશોરજીની આગેવાનીમાં સૌરાષ્ટ્ર ભરના સંતો મહંતો ઉપસ્થિત રહેશે.સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે ભીત ચિત્રો દોરવામાં આવ્યા જેને લઈને સૌરાષ્ટ્રના સંત મોહન તો લડી લેવાના મૂડમાં છે
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ વચન ભંગ કર્યાનો મહામંડલેશ્વર ઋષિ ભારતીનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં વિવાદ થયો હતો ત્યારે ઇન્દ્રભારતી મહારાજના આશ્રમમાં બેઠક થઈ હતી, બેઠકમાં સનાતન ધર્મના સંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હતા, ભવિષ્યમાં કોઈ વિવાદ નહિ થાય તેવું મૌખિક વચન સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ આપ્યું હતું, હવે એ વચન બાદ પણ સાળંગપુર હનુમાનજી અંગે વિવાદ કર્યો છે
રાજ્યભરમાં હનુમાન દાદાના અપમાનના વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આ મામલે આજે સંતોની મહા બેઠક મળી રહી છે. લંબે નારાયણ આશ્રમમાં બેઠક ચાલી રહી છે. ભારતી આશ્રમના મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં. ઉપરાંત કચ્છના કઠડા આશ્રમના સ્વામી ધિરેન્દ્રપુરી પણ આ ઉપસ્થિત રહ્યાં છે. સોનગઢ લાખા બાપુની જગ્યાના કિશોર બાપુ,બાલવાના ગિરનારી આશ્રમના સાધ્વી શ્રી ગીતાદીદી, રાજકોટના જળક્રાંતિ ટ્રસ્ટ મનસુખ સુવાગીયા હાજર રહ્યાં છે.
સાળંગપુર મંદિરના પ્રવેશ દ્વાર બંધ કરી દેવાતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગેટ નંબર 5 બંધ કરી દેવાતા ભક્તોમાં રોષે ભરાયા હતા. મંદિર પરિસરમાં માત્ર એક જ દરવાજાથી અવર-જવર ચાલી રાખતા ભક્તોને અસુવિધા થતાં રોષ જોવા મળી રહ્યો છે. વિરોધના વંટોળ વચ્ચે મંદિર પ્રશાસનનું અકળ વલણ મૌન પણ જોવા મળી રહ્યો છે. સમગ્ર વિરોધ અન વિવાદને લઇને મંદિરની સુરક્ષા વધારી દેવાઇ છે.મંદિરનું પાર્કિંગ પરિસર પણ બંધ કરી દેવાયું છે.
બ્રેકગ્રાઉન્ડ
બોટાદઃ સાળંગપુર હનુમાનજીના પ્રસિદ્ધ મંદિરમાં હનુમાનજીના અપમાનના કારણે સતત વિરોધ અને વિવાદનું વાતાવરણ સમગ્ર રાજ્યમાં સર્જાયું છે. સમગ્ર મામલો વિશે વાત કરીએ તો મંદિર પરિસરમાં કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી મૂર્તિના બેઝમાં કંડારવામાં આવેલી મ્યૂરલમાં હનુમાનજી નીલકંઠવર્ણીને પ્રણામ કરતી મુદ્રામાં દર્શાવતા વિવાદ વકર્યો છે. જેનો વિરોધ અનેક સાધુ સંતો, લોક કલાકારો સહિત અનેક લોકો વિરોધ કરી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે,સાળંગપુર હનુમાન મંદિર સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી સંચાલિત છે. અહીં નીલકંઠવર્ણી સ્વામીજીને હનુમાનજીને પ્રણામ કરતા દર્શાવવામાં આવ્યા છે. આ શિલ્પ ચિત્રોને કારણે વિવાદ સર્જાયો છે. સાધુ સંતોએ વિરોધ કરતા મત રજૂ કર્યો છે કે,. હનુમાનજી માત્ર રામના જ ભક્ત હતા અને તે એક જાગૃત દેવતા છે તો તેમને સંહજાનંદ સ્વામીને પ્રણામ કરતા દર્શાવવા એ હનુમાનજીનું અપમાન છે. આ મુદ્દે સતત વિરોધ થઇ રહ્યો છે. હનુમાનના આ પ્રકારનાં શિલ્પચિત્રોને કારણે કેટલાક હિંદુ સાધુ-સંતો નારાજ છે. આ સાધુ-સંતોએ શરૂ કરેલા વિરોધના સૂરમાં વિશ્વ હિંદુ પરિષદે પણ સૂર પૂરાવ્યો છે.
જાણીતા કથાકાર મારોરિબાપુએ પણ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. મોરારિબાપુએ આ કૃત્ય વિશે નિંદા કરતા જણાવ્યું કે આ હિન ધર્મ છે. હવે સમગ્ર રાજ્યના સાધુ સંતો બ્રહ્મ સમાજ સહિતના કેટલાક સંગઠન સ્વામીનારાયણ સંપ્રદાયના શિલ્પ ચિત્રોનો વિરોધ કરી રહ્યાં છે અને તેમને તાત્કિલક હટાવવા માટે અનુરોધ કર્યો છે. આટલું જ નહી જો આ શિલ્પ ચિત્રો હટાવવમાં નહી આવે તો આંદોલનની પણ વાત કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -