નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશના કરોડો રેશન કાર્ડધારકો ખુશ થઈ જવાય એવો મોટો નિર્ણય લીધો છે. મોદી સરકારે દાખલ કરેલી ‘વન નેશન, વન રેશન કાર્ડ ‘ યોજના હેઠળ હવે લાભાર્થીઓ સપ્ટેમ્બર મહિનામાં પોતાના પસંદગીના રાશન ડીલરને ત્યાંથી રાશન લઇ શકશો. મતલબ કે, તમે ભારતમાં ક્યાંય પણ લરહેતો હો પણ તમારી નજીકની રેશન કાર્ડની દુકાનેથી રેશન લેવા માટે હકદાર છો.


મોદી સરકારના નિર્ણય પ્રમાણે, રાશન કાર્ડ ધારક પોતાની મરજી મુજબ સસ્તા અનાજની દુકાન બદલી શકો છો. મોદી સરકાર દ્વારા આ નિર્ણય અંગે સસ્તા અનાજના દુકાનદારોને અપાયેલી સૂચનાઓ માટે બહાર પડાયેલી સરકારી યાદીમાં જણાવાયું છે કે,  જો કોઈ વ્યક્તિ સસ્તા અનાજની દુકાનમાંસે રેશન કાર્ડને લઇ રાશન લેવા આવે પણ  પછી તે ત્યાંનો લાભાર્થી ન હોય તો પણ તેને રાશન આપવું પડશે. સરકારે સસ્તા અનાજની દુકાન ધરાવનારાંને આદેશ આપ્યો છે કે, બીજા ડીલરના રાશન કાર્ડધારક પણ તમારી પાસે રાશન લેવા આવે તો તેને આપવું પડશે.


મોદી સરકારે રાજ્ય સરકારને મોકલેલા આદેશના પગલે રાજ્ય સરકારો દ્વારા તમામ જિલ્લા પુરવઠા અધિકારીઓને આદેશ આપી દીધો છે. જિલ્લા પુરવઠા અધિકારીએ જિલ્લાના તમામ રેશનકાર્ડ ધારકોને સૂચનાઓ આપવામાં આવી છે. કેટલાક રાશન ડીલરો ખૂબ જ મનસ્વી હોય છે અને પોતાની દુકાનનું રેશન કાર્ડ હોય તો પણ અનાજ આપતા નથી.  આ વ્યવસ્થા થયા બાદ હવે લાભાર્થીઓ પાસે વિકલ્પ હશે કે તેઓ આવા ડીલરો પાસેથી રાશન લેવાનું બંધ કરી દે.


આ વ્યવસ્થા હેઠળ, નિયુક્ત લાભાર્થીઓ કરતાં વધુ લાભાર્થીઓ રાશન મેળવવા માટે કોઈ પણ એક રેશન ડીલર પાસે આવશે તો  આવા વેપારીને જિલ્લા વહીવટીતંત્રના પુરવઠા વિભાગ દ્વારા રાશન આપવામાં આવશે કે  જેથી દરેકને સરળતાથી રાશન મળી શકે. આ આદેશ બાદ કોઈ દુકાનદાર રાશન આપવાનો ઈન્કાર કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. લાભાર્થી કોઈ ચોક્કસ રાશનની દુકાનમાંથી રાશન લેવા માંગે છે, તો તેને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવશે.