અમદાવાદઃ વડતાલ સ્વામિનારાયણ મંદિરના 47 વર્ષીય સેવકે એક 8 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારતાં ખળભળાટ મચ્યો છે. આ સેવક આઠ વર્ષીય બાળકીને ગોમતી તળાવે ફરવા લઈ જવાના બહાને લક્ષ્મીનારાયણ ભુવન લઈ ગયો હતો. ભુવનમાં તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. સેવકની હવસનો ભોગ બનેલી 8 વર્ષીય બાળકીએ આ વાત તેના માતાપિતાને કરતાં તેના પરિવારે ચકલાસી પોલીસ મથકે આ અંગે સેવક વિરુધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યો છે.


મૂળ મધ્યપ્રદેશના પણ છેલ્લા 30 વર્ષથી વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં રહેતા 47 વર્ષીય સેવક (પાર્ષદ) સોહમ ભગતે 8 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર ગુજારતાં ચકચાર જાગી છે. સોહમ ભગતે મૂળ મધ્યપ્રદેશના અને વર્ષોથી અહીંયા સ્થાયી થયેલા એક સ્વામિનારાયણ સત્સંગી પરિવાર સાથે પરીચય કેળવ્યો હતો. અવાર નવાર આ સત્સંગી તેમના પરિવાર સાથે મંદિરમાં આવતાં જતાં હતા.


શનિવારે  પરિવારના ઘરેથી સોહમ ભગત આઠ વર્ષીય બાળકીને ગોમતી તળાવ બતાવવાના બહાને વડતાલ સ્થિત લક્ષ્મીનારાયણ ભૂવન લઈ ગયો હતો. ભુવનના રૂમમાં તેણે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હોવાનું ડીવાયએસપી જી.એસ. શ્યાને જણાવ્યું છે. બળાત્કારનો ભોગ બનેલી બાળાની ખરાબ હાલત જોઈને માતાએ બાળકીને આ બાબતે પૂછપરછ કરતા બાળકીએ હકીકત જણાવી હતી. એ પછી પરિવારે મંદિર પ્રશાસને વાત કરતાં મંદિર પ્રશાસને આ હવસખોર સોહમ ભગતને પોલીસના હવાલે કર્યો છે.


બાળકીના પરિવારે આ બનાવ અંગે ચકલાસી પોલીસને જાણ કરતા ચકલાસી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ભોગ બનનાર બાળકીને મેડિકલ તપાસ માટે અમદાવાદ લઈ જવામાં આવી છે. ગભરાયેલી બાળકીનું તબીબની ટીમ દ્વારા કાઉન્સિંલંગ કરવામાં આવી રહ્યું હોવાનું ડાકોર સીપીઆઇ આર. એન. વાઘેલાએ જણાવ્યું છે. આરોપી સોહમ ભગતની પણ ધરપકડ કરી તેને પણ મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યો છે. 


ગુજરાતના પાટીદારોને OBCમાં સમાવીને અનામત આપવા મુદ્દે મોદી સરકારના મંત્રીનું મોટું એલાન, જાણો વિગત


પેરાલિમ્પિક્સમાં ભારતને સિલ્વર મેડલ અપાવનાર આ ખેલાડી છે IAS અધિકારી, જાણો ક્યાં છે કલેક્ટર ? કઈ રીતે સ્પોર્ટ્સ તરફ વળ્યા ?


Nipah Virus: કેરળમાં કોરોના બાદ આ જીવલેણ વાયરસનો કહેર, 12 વર્ષના બાળકના મોતથી ફફડાટ