Morbi News: મોરબીનાં બગથળા ગામે કારખાનામાં બોઈલર ફાટ્યું છે. બોઈલર ફાટતાં કારખાના આગ લાગી હતી. ઘટનામાં બે લોકોના મોત થયા અને એક શ્રમિકની શોધખોળ શરૂ છે. સિંટેથિક નામની ફેકટરી હોવાનું જાણવા મળ્યું છે. આગના કારણે ધૂમાડાના કાળા ગોટા આકાશમાં છવાઈ ગયા હતા.
બગથળા ગામ નજીક આવેલ ઈવા સિન્થેટીક નામના કારખાનામાં સાંજે 5 વાગ્યાના અરસામાં આગ લાગી હતી સાંજે બોઈલર રીપેરીંગ કામગીરી કરાતી હોય ત્યારે બોઈલર બ્લાસ્ટ થયું હતું અને બોઈલર ફાટતા આગ ફાટી નીકળી હતી જે જે બનાવને પગલે મોરબી ફાયરની ૩ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા માટે કામગીરી કરવામાં આવી હતી બોઈલર ફાટ્યું ત્યારે કારખાનામાં પાર્ટનર સહિતના ત્રણ વ્યક્તિઓ હાજર હતા. બોઈલર ફાટતા તેમજ આગ લાગવાને પગલે કારખાનામાં હાજર પાર્ટનર અને ટેકનીશીયન વિપુલભાઈ ઠાકરશીભાઈ ધોરી (ઉ.વ.40) રહે આલાપ રોડ પટેલનગર મોરબી તેમજ હિતેશભાઈ મનસુખભાઈ ડેડકીયા (ઉ.વ.37) એમ બે વ્યક્તિના કરુણ મોત થયા હતા તો ફેકટરીના સુપરવાઈઝર નીતિનભાઈ અમૃતભાઈ ધામેચા (ઉ.વ.૫૦) રહે માધવ દર્શન એપાર્ટમેન્ટ રવાપર રેસીડેન્સી મોરબી વાળાને ગંભીર ઈજા પહોંચતા મોરબી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પર કાબુ મેળવવા માટે ફાયરની ૩ ટીમોએ ૨ કલાકથી વધુ સમય સુધી જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો બનાવને પગલે ફાયર ઉપરાંત મોરબી તાલુકા પોલીસ અને ૧૦૮ ની ટીમ પણ દોડી ગઈ હતી ઈવા સિન્થેટીક નામની ફેકટરીમાં રેકઝીન બનાવવામાં આવતું હતું જ્યાં બોઈલર બ્લાસ્ટ થતા સર્જાયેલી દુર્ઘટનામાં બે વ્યક્તિના મોત થયા હતા તો એકને ઈજા પહોંચી હતી જોકે બોઈલર બ્લાસ્ટ ક્યાં કારણોસર થયું તે હાલ સ્પષ્ટ થયું નથી તાલુકા પોલીસ ટીમે તપાસ શરુ કરી છે
થોડા મહિના પહેલા વલસાડના ઉમરગામ GIDCમાં આવેલ સીનોવેટિક ઇન્ડિયા મશીનરી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બોઇલરના ટેસ્ટિંગ દરમિયાન વેસલમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં એક કામદારનું મોત અને અન્ય બે કામદારો ઘાયલ થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ઉમરગામ નવી જીઆઇડીસીમાં કાર્યરત કંપનીમાં બ્લાસ્ટની ઘટના બનતા અફરાતફરી મચી હતી. ઘટનામાં એક કામદારનું મોત નીપજ્યું હતું. જ્યારે 2 કામદારો ઈજાગ્રસ્ત થયા હતા..બોઇલરમાં પ્રેશર વધતાં વેસલ ફાટ્યું હતું. નવી જીઆઇડીસીમાં પ્લોટ નં. 84, 52 હેક્ટર,એક્સપેન્શન એરીયામાં કંપનીના કામદારો રાબેતા મુજબ કામ કરી રહ્યા હતા તે દરમિયાન એક મશીનનું ટેસ્ટીંગ વખતે બોઇલરમાં પ્રેશર વધતા વેસલ ફાટ્યું હતું. બ્લાસ્ટની ઘટના બનતા અફરાતફરી મચી હતી. આજુબાજુની કંપનીઓના કામદારોના કાન ફાટી જાય એવો ધડાકો થયો હતો. વેસલ ફાટતા કંપનીના ઉપર લાગેલા પતરા સહિત માલ સામાન હવામાં ફંગોળાયો હતો. જેને લઇ આજુબાજુની કંપનીમાં કામ કરતા કામદારોમાં ભયનો માહોલ ફેલાયો હતો. બ્લાસ્ટની ઘટનાની જાણ ઉમરગામ પોલીસ મથકને થતા પીઆઇ વી. ડી. મોરી સહિત પીએસઆઇ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્ય હતા. આ ઘટનાની જાણકારી બાદ ઉમરગામ મામલતદાર જેનીશ પાંડવ, ફાયરના જવાનો, ફેકટરી ઇન્સ્પેકટરની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. બ્લાસ્ટની ઘટનામાં કંપનીમાં જ કામ કરતો UPના અરવિંદ યાદવ નામના કામદારનું ઘટનાસ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું. અન્ય બે સાથી કામદારો પણ ઇજાગ્રસ્ત પામતા તેઓને દવાખાને સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર પરના તબીબોએ એકની હાલત નાજુક જણાવી હતી. આ ઘટનામાં બોઇલરમાંનું વેસલ કયા કારણસર ફાટ્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
પાદરા-જંબુસરના લોહી તરસ્યા હાઇવેએ બે લોકોના જીવ લીધા, એક જ ગામના હતા રહેવાસી
વર્ષ 2023માં ચારધામ સહિત હેમકુંડ સાહિબ તક, જાણો કેટલા લોકોએ કર્યા દર્શન