Morbi Sokhda School Dispute : મોરબી તાલુકાના સોખડા ગામમાં મધ્યાહન ભોજન સંચાલકની રસોઈ બાળકો જમતા ન હોય તેવો વિવાદ બે દિવસથી ચાલી રહ્યો છે. આ  વિવાદનો અંત લાવવા ગામના સરપંચ અને શાળાના સ્ટાફે પહેલ કરી હતી અને આજે સૌએ સાથે ભોજન લીધું હતું.


સ્કૂલ લિવિંગ કાઢી ન આપવાની ફરિયાદ 
ભોજન લીધા બાદ એક બાળકીને ઉલટી થતા ફરી મામલો બીચકયો હતો અને બાળકીના વાલી સહિતના વાલીઓએ શાળાએ આવી હંગામો કર્યો હતો તેમજ શાળામાં ધરાર ભોજન લેવાની ફરજ પાડવામાં આવશે તો તમામ બાળકોના સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ મેળવી શાળામાંથી ઉઠાડી દેવામાં આવશે તેવો હંગામો કર્યો હતો.


પોલીસ અને શિક્ષણ વિભાગની ટીમે શાળાની મુલાકાત લીધી
તો બીજી તરફ મધ્યાહન ભોજન યોજનાના સંચાલક અને તેના પતિએ બનાવનો વિડીયો બનાવી પોલીસને જાણ કરી હતી અને મામલો પોલીસ મથકે પહોંચાડવામાં આવ્યો છે. 
પોલીસ અને શિક્ષણ વિભાગની ટીમે શાળાની મુલાકાત લીધી હતી તો કેટલાક વાલીઓએ બાળકોને અહી નથી ભણાવવા કહીને લીવીંગ સર્ટીફીકેટ માટે માંગ કરી હતી જેમા ઇન્ચાર્જ ડીપીઈઓ ભરત વિડજા દ્વારા બાળકોને જમવા માટે દબાણ ન કરવા જણાવ્યું હતું અને સ્વૈચ્છિક રીતે ભોજન કરવું હોય તે કરી શકે છે તેમ કહ્યું હતું


ઉલ્ટી કરનાર વિદ્યાર્થીનીએ વિડીયો બનાવી પોલીસ ફરિયાદ કરી હતી
બનાવ મામલે ગામના સરપંચ જણાવે છે કે વિવાદ પૂરો થાય તે માટે જ આજે સૌ સાથે જમ્યા હતા જે ભોજન બાદ એક દીકરીને ઉલટી થતા તેના વાલી પૂછવા ગયા હતા અને દરમિયાન ધારા મકવાણાએ વિડીયો બનાવી પોલીસ ફરિયાદ કરી હતી તેઓએ અનુ.જાતિના હોવાથી દબાવે છે તેવા આરોપ લગાવ્યા હતા જે પાયા વિહોણા છે. 2 દિવસથી ચાલતો વિવાદ પૂર્ણ થાય તે માટે જ આગેવાનો અને બાળકો સાથે જમ્યા હતા 


ગામમાં મતભેદ છે જ નહીં : ગામના રહેવાસી અને વાલી
તો બનાવ મામલે ગામના રહેવાસી અને વાલી જણાવે છે કે ગામમાં વિવાદ ન થાય અને સૌ સંપીને રહે તે માટે ગામના સરપંચ, આગેવાન સહિતનાઓએ સાથે ભોજન લીધું હતું અને વિવાદ પૂર્ણ કરવા પહેલ કરી હતી. પરંતુ સામેની વ્યક્તિએ ગેરવર્તન કર્યું, પોલીસને ફોન કર્યો જેથી પોલીસ આવી ગઈ હતી તેઓ બેકવર્ડ કાસ્ટના હોવાથી જમતા નથી તેવું કહે છે પરંતુ તેવો કોઈ ભેદભાવ ગામમાં છે જ નહિ શાળાના આચાર્ય પણ અનુ.જાતિના છે તેઓ ગામમાં બધાના ઘરે પ્રસંગમાં પણ આવે છે તેમજ સૌ હળીમળીને રહે છે ગામમાં ભેદભાવ છે જ નહિ પરંતુ તેઓ હેરાન કરવાની વાત કરે છે જે યોગ્ય નથી.