Morbi News: સ્ટેટ મૉનિટરિંગ સેલની કામગીરીને રાજ્ય પોલીસ વડાએ બિરદાવ્યા બાદ મોટી કાર્યવાહી થઇ છે. મોરબીના લાલપરના એસએમસી દ્વારા દરોડા પાડીને દોઢ કરોડનો દારૂ પકડી પાડવામાં આવ્યો હતો. આ પછી પોલીસ વડાએ વિકાસ સહાયે સોશ્યલ મીડિયા કરીને આ કાર્યવાહીને બિરદાવવામાં આવી હતી, આ ઘટનાને પગલે હવે મોરબીના ડીએમ ઢોલ અને ખુમાનસિંહ વાળા એમ બે પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


મોરબીના લાલપર ગામે પકડાયેલા દોઢ કરોડના દારૂ કેસમાં મોટી કાર્યવાહી થઇ છે. મોરબીના બે પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. દોઢ કરોડથી વધુના દારૂ કેસમાં આ કાર્યવાહી કરવામા આવી છે. એસએમસીએ લાલપર ગામે બાતમીના આધારે દરોડાની કાર્યવાહી કરી હતી, જેમાં 1.51 કરોડના દારૂ સહિત અન્ય મુદ્દામાલ મળીને કુલ 2 કરોડથી વધુનો જથ્થો જપ્ત કરાયો હતો. આ કાર્યવાહી બાદ પોલીસ વડા વિકાસ સહાયે પણ પ્રસંશા કરી હતી. હવે આ મામલે મોરબીના બે પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એલસીબી પીઆઇ ડીએમ ઢોલ અને મોરબી તાલુકા પીઆઇ ખુમાનસિંહ વાળાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, મોરબીમાં એસએમસીની દરોડા કાર્યવાહીને પોલીસ વડા વિકાસ સહાયે બિરદાવી છે, તેમને એક સોશ્યલ મીડિયા પૉસ્ટ કરીને અભિનંદન પણ પાઠવ્યા હતા.


સાયલામાંથી પોલીસે 59 લાખની કિંમતનો 900 પેટી વિદેશી દારૂ ભરેલું ટેન્કર પકડ્યુ, આરોપી ફરાર


ગુજરાતમાં અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે દારૂની હેરાફેરી પણ શરૂ થઇ હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં જ સુરેન્દ્રનગર જિલ્લામાથી મોટી માત્રામાં વિદેશી દારૂ ભરેલું ટેન્કર પોલીસે પકડ્યુ છે. આ ટેન્કરમાં અંદાજિત 59 લાખ રૂપિયાથી પણ વધુનો 900 પેટી વિદેશી દારૂ હોવાનું ખુલ્યુ છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, પરંતુ આ કિસ્સામાં હજુ સુધી કોઇ આરોપી ઝડપાયો નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એકવાર વિદેશી દારૂની રેલમછેલ થતાં બચી છે, અત્યારે ચૂંટણીનો માહોલ છે ત્યાં જ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી શરૂ થઇ છે. ઘટનાની વિગતો એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાંથી સાયલા પોલીસે વિદેશી દારૂ ભરેલા ટેન્કરને પકડી પાડ્યુ છે. જિલ્લાના સાયલાના વખતપર ગામના ઢાળ નજીક પોલીસે એક્શન લીધી હતી, દરોડાની કામગીરી દરમિયાન પોલીસે અહીંથી આજે ઇંગ્લિશ દારૂ ભરેલા એક ટેન્કર પકડી પાડ્યુ હતુ. આ ટેન્કરમાં અંદાજિત 900 પેટી વિદેશી દારૂ ભરેલો હતો, જેની કિંમત 59 લાખ કરતાં પણ વધુની હોવાની સામે આવ્યુ છે. પોલીસે આ કાર્યવાહીમાં દારૂના ટેન્કરની સાથે સાથે કટીંગમાં આવેલી અન્ય બે પિકઅપ ગાડી પણ પકડી હતી. આ કિસ્સામાં પોલીસે દારૂ સહિત 59 લાખના કુલ મુદ્દામાલને ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસને હાથે એકપણ આરોપી ચઢ્યો ન હતો. એકપણ આરોપી ના પકડાતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.