પાલનપુરઃ ગુજરાતમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવાર મતદાન થયું હતું. આ મતદાનમાં સાસુ વર્સીસ વહુનો જંગ રસપ્રદ છે. બનાસકાંઠાનું એક એવું ગામ છે કે જ્યાં

  ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ બનવા માટે સાસુ અને વહુ મેદાનમાં છે.  આજે મતદારોએ સાસુ અને વહુમાંથી કોને ચૂંટાવા તેનો નિર્ણય કરવા મોટા પ્રમણમાં મતદાન કર્યું છે. સાસુ અને વહુએ સામસામે પ્રચાર કર્યો હતો. હવે ગામનાં લોકો કોની પસંદગી કરે છે તેના પર સૌન નજર છે.


બનાસકાંઠા જિલ્લામાં 2251 લોકોની વસ્તી ધરાવતા અને 1302 મતદારો ધરાવતા દાંતા તાલુકાના કાંસા ગામે ગ્રામપંચાયતની ચૂંટણીમાં  સરપંચ પદ માટે આજે મતદાન છે. કાંસા ગામમાં સાસુ અને વહુ સામ સામે જંગે ચઢયા છે સરપંચ પદ માટે સાસુ અને વહુએ સામ સામે ઝંપલાવ્યું છે. બંનેને વિશ્વાસ છે કે મતદારો તેમની તરફેણમાં મતદાન કરશે.

કાંસા ગામમાં એક જ ફળિયામાં એક જ છત નીચે રહેતા હોવા છતાં સાસુએ વહુ સામે સરપંચ પદની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. વહુનો આક્ષેપ છે કે, સાસુએ તેની સાથે દગો કર્યો હોવાથી પોતે ચૂંટણીમાં ઝંપલાવવું પડ્યું છે અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સાસુ અને વહુ સામસામે આવી ગયાં  છે.


વહુ કોકિલાબેન ગમારના કહેવા પ્રમાણે, છેલ્લી ત્રણ ટર્મથી કાસા ગામના સરપંચ પદે તેમનાં સાસુ મૂગળીબેન  ચૂંટાઇ આવતા હતા.  આ વખતે પરિવારે કોકિલાબેનને સરપંચપદનાં ઉમેદવાર બનાવવાનું નક્કી કર્યું હતું પણ સાસુ મૂગળીબેને  વહુને અંધારામાં રાખીને સરપંચ પદની ઉમેદવારીનું ફોર્મ ભરી દેતાં વહુએ સાસુ સામે જંગે ચઢવા નો  આવ્યો છે. કોકિલાબેન પોતાને યુવા અને વિકાસશીલ ગણાવીને મતદારો પર સંપૂર્ણ ભરોસો છે હોવાનો દાવો કરે છે. તેમનું કહેવું છે કે, મતદારો મને મત આપી ચૂંટશે કેમ કે મારે વિકાસનાં કામ કરવાં છે. તેમનું કહેવું છે કે, છેલ્લી ત્રણ ટર્મથી કાંસા ગામમાં મહિલા સરપંચ પદે ચૂંટાઈ આવતા હતા પરંતુ હવે મતદારો પણ યુવાન અને વિકાસશીલ સરપંચની આશા રાખે છે તેથી મારી જીત થશે. 


આજે રાજ્યની 8 હજાર 690 ગ્રામ પંચાયત માટે મતદાન


આજે રાજ્યની 8 હજાર 690 ગ્રામ પંચાયત માટે મતદાનશરૂ થયું છે. રાજ્ય ચૂંટણીપંચે  રાજ્યમાં 3074 અંતિસંવેદનશીલ મતદાન મથકો અને 6656 સંવેશનશીલ મતદાન મથકો જાહેર કર્યા છે.


કુલ કેટલી બિનહરીફ જાહેર થઈ


ગુજરાતમાં કુલ 10,812 ગ્રામ પંચાયતોમાં 10,221 સરપંચ અને 89049 સભ્ય માટે ચૂંટણીઓ યોજાઇ રહી છે. જોકે, 1165 પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર કરાઇ છે. આ ઉપરાંત 1165 સરપંચ અને 9613 સભ્યોને બિનહરીફ થયા છે.  473 સરપંચ અને 27479 સભ્યોને ય અંશત બિનહરીફ જાહેર કરી દેવાયા છે.


કેટલા ઉમેદવારો છે મેદાનમાં


સરપંચપદ માટે કુલ મળીને 8513 બેઠકો માટે 27200 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. જયારે ગ્રામ પંચાયતના સભ્યની કુલ 48573  બેઠકો માટે 1,19,998 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 9361601 પુરૂષ મતદારો અને 8835244 સ્ત્રી મતદારો એમ મળીને કુલ 18197039 મતદારો મતાિધકારનો ઉપયોગ કરશે.