રાજયમાં તાપમાનનો પારો ગગડતાં કચ્છ- સૌરાષ્ટ્ર ઠંડુગાર, હવામાન વિભાગે યેલો એલર્ટ કર્યું જાહેર

રાજ્યમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીમાં વધારો થયો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં શીત લહેર વહેતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીમાં વધારો થયો છે. નલિયા 2.5 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યું છે

Continues below advertisement

Weather update:રાજ્યમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીમાં વધારો થયો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં શીત લહેર વહેતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીમાં વધારો થયો છે. નલિયા 2.5 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યું છે.  આગામી બે દિવસ કચ્છમાં કોલ્ડવેવને લઇને હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યો છે.

Continues below advertisement

ક્યાં શહેરમાં કેટલું તાપમાન નોંધાયું?

  • નલિયામાં 2.5 ડિગ્રી
  • ડિસામાં 8.8 ડિગ્રી
  • ભૂજમાં 10.0 ડિગ્રી
  • કંડલા એરપોર્ટમાં 10.2 ડિગ્રી
  • રાજકોટમાં 11.2 ડિગ્રી
  • કેશોદમાં 11.6 ડિગ્રી
  • સુરેન્દ્રનગરમાં 12.0 ડિગ્રી
  • વલ્લભ વિદ્યાનગરમાં 12.4 ડિગ્રી
  • કંડલામાં  12.4 ડિગ્રી
  • અમદાવાદમાં 12,7 ડિગ્રી
  • અમરેલીમાં 13.4 ડિગ્રી
  • દિવમાં 14.1 ડિગ્રી
  • વડોદરામાં 14.2 ડિગ્રી
  • મહુવામાં 14.3 ડિગ્રી
  • પોરબંદરમાં 14,6 ડિગ્રી
  • દ્વારકામાં 15,2 ડિગ્રી
  • વેરાળમાં 15.7 ડિગ્રી
  • સુરતમાં 16.6 ડિગ્રી
  • ભાવનગરમાં 16,7 ડિગ્રી
  • દમણમાં 17.2 ડિગ્રી
  • ઓખામાં 18.4 ડિગ્રી

હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં કોલ્ડવેવની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યના શહેરોની વાત કરીએ તો 2.5 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. સૌરાષ્ટ્રના લગભગ શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીની નીચે રહ્યો છે. કેશોદમાં ઠંડીનો પારો 11.6  ડિગ્રી પર પહોંચ્યો છે.  અમરેલીમાં ઠંડીનો પારો 13.4 ડિગ્રી ડિગ્રી પર પહોંચ્યો છે. રાજકોટમાં ઠંડીનો પારો 11  ડિગ્રી પર પહોંચ્યો છે.. તો ભૂજમાં ઠંડીનો પારો 10 ડિગ્રી પર પહોંચ્યો છે. સુરેંદ્રનગરમાં ઠંડીનો પારો 102 ડિગ્રી પર પહોંચ્યો છે. સંઘપ્રદેશ દિવમાં ઠંડીનો પારો  14.1 ડિગ્રી ડિગ્રી પર પહોંચ્યો છે. તો ડીસામાં તાપમાન  8.8 ડિગ્રી  સુધી પહોંચ્યું છે.

આ પણ વાંચો

Gujarat Gram Panchayat election: ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફરજ દરમિયાન શિક્ષકનું થયું નિધન, જાણો શું છે ઘટના

કોરોનાની રસીના ત્રણ ડોઝ લેવા છતાં મુંબઈનો યુવાન ઓમિક્રોન સંક્રમિત, જાણો કઈ રસી લીધી હતી

પેપરકાંડમાં પોલીસે બનાવેલા આરોપીએ એબીપી અસ્મિતા સમક્ષ કરી મોટી કબૂલાત, જાણો કેટલા લાખમાં પેપરનો સોદો થયો હતો ?

Continues below advertisement
Sponsored Links by Taboola