દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલ 21 ટાપુઓ પર લોકોના અવરજવર પર  પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યુ હતું. તમામ 21 ટાપુ પર સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો.


દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા ટાપુઓ પર લોકોની અવર જવર પર રોક લગાવવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા અધિક કલેકટરે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ લગાવ્યો હતો. સમુદ્ર તટથી 3 તરફથી જોડાયેલા દ્વારકા જિલ્લામાં કુલ 24 ટાપુમાંથી ફકત 2 ટાપુ પર જ માનવ વસાહત છે. ત્યારે સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓ ન થાય તે હેતુથી દેશની સુરક્ષાની દ્વષ્ટિએ 21 જેટલા નિર્જન ટાપુ પર જવા રોક લગાવવામાં આવી છે.


આ 21 નિર્જન ટાપુ પર કોઈપણ વ્યકિત ધાર્મિક પ્રવૃતિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ ના કરે તે બાબતે સુરક્ષા વ્યવસ્થા કડક કરાઇ હતી. થોડા સમય પહેલા જ સમુદ્રી વિસ્તારો પર મેગા ડીમોલિશન પણ હાથ ધરાયું હતું.


હવે ડૂબેલી દ્વારકાના પણ થશે દર્શન


ભગવાન શ્રી કૃષ્ણની દરિયામાં ડુબેલી દ્વારકા નગરીના પણ હવે દર્શન થઇ શકશે. આ માટે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ માહિતી મળી છે કે, દ્વારકા નગરી જે હાલમાં દરિયામાં ડુબી ચૂકી છે, જેના દર્શન કરવા માટે હવે સબમરીન પ્રૉજેક્ટને શરૂ કરાશે, આ માટે ગુજરાત સરકાર સાથે એક કંપનીએ એમઓયૂ સાઇન કર્યા છે, આની ઓફિશિયલ જાહેરાત આગામી વાઇબ્રન્ટ સમિટમાં કરવામાં આવશે. ખાસ વાત છે કે, સબમરીનની આ એક ટ્રિપ બે કલાકથી વધુની હશે, જેમાં 24 દર્શનાર્થીઓ 6 ક્રૂ મેમ્બર સાથે સફરમાં જઇ શકશે. 


ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરી જે અરબી સમુદ્રમાં ડુબી ચૂકી છે, જેના પણ હવે હરિ ભક્તો દર્શન કરી શકશે. સમાચાર મળી રહ્યાં છે કે, ભગવાન શ્રી કૃષ્ણની ડૂબેલી દ્વારકાના દર્શન સબમરીનની મદદથી થશે. દર્શનાર્થીઓ અરબી સમુદ્રમાં 300 ફૂટ નીચે જઇને સબમરીનમાં જઈને દર્શન થશે. ગુજરાત સરકાર અને ભારત સરકારની મઝગાવ ડૉક શિપયાર્ડ કંપની વચ્ચે mou થયા છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં આ એમઓયુની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે. ખાસ વાત છે કે, દિવાળી સુધીમાં ડૂબેલી દ્વારકાના દર્શનની સેવા શરૂ થવાનો અંદાજ છે. સબમરીન માટે બેટ દ્વારકા પાસે વિશેષ જેટીનું પણ નિર્માણ કરવામાં આવશે, ડૂબેલી દ્વારકાના દર્શન માટે બેથી અઢી કલાકનો દરિયાની અંદરનો પ્રવાસ રહેશે. આ એક ટ્રીપમાં 24 દર્શનાર્થી અને 6 ક્રૂ મેમ્બર સફર કરી શકશે. પ્રવાસન માટે સબમરીનનો ઉપયોગ દ્વારકામાં દેશનો પ્રથમ પ્રયોગ હશે