Nadiyad : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડિયાદ ખાતે મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટી(MAMU)નું લોકાર્પણ કર્યું. કાર્યક્રમમાં શિક્ષણમંત્રી  જીતુ વાઘાણી  ઉપસ્થિત રહ્યા, સાથે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચોહાણ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈ, રાજ્યમંત્રી મનીષાબેન વકીલ રહ્યા ઉપસ્થિત.આ પ્રસંગે  પદ્મશ્રી ડો.હર્ષદભાઈ દેસાઈનું સન્માન કરવામાં આવ્યું.  સાથે લાભાર્થીઓને પ્રધાનમંત્રી આયુષ્માનકાર્ડનું વિતરણ કરવામાં આવ્યા.


વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા પશુપાલન વિભાગ દોડતું થયું
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત બાદ હવે દક્ષિણ ગુજરાતમાં લમ્પી વાયરસની એન્ટ્રી થઇ છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં લમ્પી  વાયરસના બે કેસો નોંધાયા હતા. હવે વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાતા વલસાડનું પશુપાલન વિભાગ દોડતું થયું છે. 


વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસ નો પ્રથમ સંકાસ્પદ કેસ નોંધાયો છે. વલસાડ જિલ્લાના ભાગડાવાડા ગામમાં એક વાછરડીમાં લમ્પી વાયરસના  શંકાસ્પદ લક્ષણો દેખાયા છે. પશુપાલન વિભાગની પશુચિકિત્સા વિભાગ ટીમે સ્થળ પર જઈને સેમ્પલ લેવા સહીતની કામગીરી કરી હતી. આ સાથે સલામતીના ભાગ રૂપે વિસ્તારના પશુઓને રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. વલસાડ જીલ્લામાં લમ્પી નો પ્રથમ શંકાસ્પદ કેસ જોવા મળતા પશુપાલકોમાં ભય ફેલાયો છે. 



કૃષિ અને પશુપાલન મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં આ રોઞનો જ્યારથી પ્રથમ કેસ દેખાયો ત્યારથી જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે જેના પરિણામે આ રોગને વધુ ફેલાતો રોકવામાં સફળતા મળી છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વે સહિત સારવાર અને રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે હાલ ચાલી રહી છે


મંત્રીએ ઉમેર્યું કે, રાજયના હાલની સ્થિતિએ અત્યાર સુધી રાજયના કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી,સુરેન્દ્રનગર, અમરેલી,ભાવનગર,બોટાદ,જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત ,પાટણ અરવલ્લી અને પંચમહાલ મળી કુલ 17 જિલ્લાના 1746 ગામોમાં 50,328 પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા હતા અને અસરગ્રસ્ત તમામ ૫૦,૩૨૮ પશુઓને સારવાર આપવામાં આવી છે.


 


Education Loan Information:

Calculate Education Loan EMI