Narmada: આપ નેતા ચૈતર વસાવાના પત્નીની તબિયત લથડી છે. જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેતા શકુંતલા વસાવાની તબિયત બગડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને મળવા માટે આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. જ્યાં તેમને મળવા જતા અટકાવાયા હતા.  


શું કહ્યું ઈસુદાન ગઢવીએ


ઈસુદાન ગઢવીએ કહ્યું, હું રાજકારણમાં રહી ડબલ રોલમાં આવી શકું છું. ટાઇગર અભી ડરા નહીં. ભાજપે ખોટી રીતે ચૈતર વસાવા પર કેસ કર્યો છે. ચૈતર વસાવા નિર્દોષ છે અને ટુંક સમયમાં હાજર પણ થશે. આદિવાસી સમાજ પર હુમલો છે.

જંગલની જમીન ખેડવાના મુદ્દે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને ઘેર બોલાવી, મારી નાખવાની ધમકી આપી એક રાઉન્ડ ફાયરિંગ કરતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓની ફરિયાદના આધારે ડેડિયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ચૈતર વસાવા હાલ ફરાર છે. આ મુદ્દે થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
 પ્રેસ કોન્ફરન્સમાં ઈસુદાન ગઢવીએ કહ્યું, ભાજપની આદિવાસી વિરોધી માનસિકતા છે. ભાજપે હંમેશા આદિવાસીઓનું અપમાન કર્યું છે. ચૈતર વસાવા આદિવાસી સમાજના આઈકોન છે. આદિવાસી સમાજ વિરૂદ્ધ ભાજપ ષડયંત્ર રચે છે. સમગ્ર આદિવાસી સમાજમાં રોષ છે.  વનવિભાગના કર્મચારીઓએ જમીન પર વાવેતર કાપ્યું, કર્મચારીઓએ ખેડૂતોનો ઉભો પાક બરબાદ કર્યો, ખેડૂત-વનવિભાગના કર્મચારીઓ વચ્ચે સમાધાન થયુ હતું.


30 ઓક્ટો.ની ઘટનાની ફરિયાદ 2 નવે.એ નોંધાઈ હતી. કોઈ ફાયરિંગ કરાયુ નથી, પૂરાવા આપો. ભાજપના ઈશારે ઉપજાવી કાઢેલી ફરિયાદ છે. ઈસુદાન ગઢવીએ પોલીસ વિભાગ પર સવાલ ઉઠાવતાં કહ્યું, ચૈતર વસાવા ચૂંટણીનો પ્રચાર ન કરી શકે એ માટે કારસો છે. આમ આદમી પાર્ટીના આગેવાનોએ કહ્યું, ધારાસભ્યને સરકાર 2024 ની ચૂંટણી ને લઈને હેરાન કરવા માંગે છે. લોકપ્રિય ધારાસભ્ય હોય આદિવાસી સમાજ તેમના સાથે છે.અંબાજી થી ઉમરગામ સુધી આદિવાસી સમાજ ચૈતર વસાવાની સાથે છે. સરકાર આ તમામ આક્ષેપો પાછાં લઈને નિર્દોષ જાહેર કરે.


આ પણ વાંચોઃ


Health Tips: હજારો રૂપિયાનો દવાનો બચી જશે ખર્ચ, રોજ બે Kiwi ડાયટમાં કરો સામેલ


Diwali Gifts: દિવાળી પર મિત્રો અને સંબંધીઓને ગિફ્ટમાં આપો ડ્રાય ફૂટ, અહીં મળશે સસ્તા


Gandhinagar: રાજ્યના કયા બે ડીવાયએસપીને એસપી તરીકે મળ્યું પ્રમોશન? જાણો