Murder Case: નવસારી જિલ્લાના રહેવાસીની અમેરિકામાં હત્યા થયના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના ન્યૂ જર્સી શહેરમાં આજે વહેલી સવારે નવસારીના બિલોમોરાના રહેવાસી પરિવારની હત્યા થઇ છે, ખાસ વાત છે કે, પરિવાર છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયો હતો અને ત્યાં છેલ્લા કેટલાક સમયથી પારિવારિક ઝઘડા ચાલી રહ્યાં હતા, આ ઝઘડામાં આજે નિવૃત પીએસઆઇ, તેમના પત્ની અને તેમના દીકરાની તેમના જ દોહિત્રએ હત્યા કરી દીધી હતી. હાલ હત્યારા દોહિત્રની ન્યૂયોર્ક પોલીસે ધરપકડ કરી લીધી છે. 


મળતી માહિતી પ્રમાણે, છેલ્લા 15 વર્ષથી નવસારી જિલ્લાના બિલીમોરાનો પરિવાર અમેરિકામાં સ્થાયી થયો હતો, દિલીપ કુમાર બ્રહ્મભટ્ટ જે આ પહેલા બિલીમોરામાં પીએસઆઇ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, અને અત્યારે પરિવાર સાથે અમેરિકાના સાઉથ પ્લેનફિલ્ડ, ન્યૂજર્સીના મિડલસેક્સ કાઉન્ટીમાં પોતાના ઘરે રહેતા હતા, જ્યાં તેઓને ઝઘડો તેમના દોહિત્ર ઓમ બ્રહ્મભટ્ટ સાથે થયો હતો, આ ઝઘડો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો હતો. આ ઝઘડામાં નિવૃત્ત પીએસઆઇ દિલીપ કુમાર બ્રહ્મભટ્ટના 23 વર્ષીય દોહિત્ર ઓમ બ્રહ્મભટ્ટે દિલીપ કુમાર બ્રહ્મભટ્ટ તેમના પત્ની બિન્દુ બ્રહ્મભટ્ટ અને તેમના દીકરા યશ બ્રહ્મભટ્ટની હત્યા કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી ઘરમાં પારિવારિક ઝઘડો ચાલી રહ્યો હતો. આ હત્યાની ઘટના બાદ મૃતક દિલીપ કુમાર બ્રહ્મભટ્ટના દોહિત્ર ઓમ બ્રહ્મભટ્ટની ન્યૂયોર્ક પોલીસે ધરપકડ કરી લીધી હતી.


ભાઈની હત્યાનો બદલો લેવા 5 કરોડની સોપારી આપી, 8 મહિના બાદ પોલીસે ભેદ ઉકેલ્યો


નવસારીમાં  8 મહિના પહેલાં હત્યા કેસમાં સંડોવાયેલા એક યુવકની પણ હત્યા થઈ હતી. આખરે પોલીસે તેનો ભેદ ઉકેલી 6 આરોપીને દબોચી લીધા છે.  જો કે, મુખ્ય આરોપી  ફરાર છે. વર્ષ 2021માં નવસારીના બીલીમોરાના આતલિયા ગામના મહિલા સરપંચના પુત્ર નીમેશ પટેલની હત્યા કરી દેવાઈ હતી. પોલીસે 13 લોકો સામે ગુનો નોંધ્યો હતો. 


જેલમાંથી ભૌતિક જામીન પર બહાર આવ્યો


નીમેશની હત્યામાં મુખ્ય રોલ  ભૌતિક પટેલનો હતો. જેલમાંથી ભૌતિક જ્યારે જામીન પર બહાર આવ્યો  તો મૃતક નીમેશના ભાઈ કલ્પેશે ભૌતિકની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. ભૌતિકને આસાનીથી મારી શકાય આ માટે 5 કરોડની સોપારી આપી તેના જ મિત્રોનો સહારો લેવાયો. 6 એપ્રિલ, 2023ના નવસારીના ગણદેવી ચાર રસ્તા પાસે આવેલા દેવકૃપા  એપાર્ટમેન્ટમાં પાર્ટી કરવાના બહાને ભૌતિકને બોલાવવામાં આવ્યો.આ સમયે ભૌતિકના જ મિત્ર હર્ષ ટંડેલે તલવારથી ભૌતિકની હત્યા કરી નાંખી. બાદમાં રેલવે ટ્રેક નજીક લાશ દાટી દીધી.  જો કે, 3 દિવસ બાદ પગનો ભાગ જમીનમાંથી બહાર આવી જતાં પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી. આ તરફ ભૌતિકની માતાની અરજી પર પોલીસ તેને શોધી રહી હતી. 


આ દરમિયાન પોલીસે તેના મિત્ર હર્ષ ટંડેલની પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો અને આખી વાત કહી દીધી. જો કે, 5 કરોડની સોપારી આપનાર મુખ્ય આરોપી કલ્પેશ પટેલ હજુ ફરાર છે.


પોલીસે કુલ 13 લોકો સામે ગુનો નોંધ્યો હતો


નવસારી જિલ્લાના બીલીમોરા પાસેના આતલીયા ગામના મહિલા સરપંચના પુત્ર નિમેશ પટેલની આંતરિક અદાવતમાં તીસરી ગલીમાં બોલાવી ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી. હત્યામાં બીલીમોરા પોલીસે કુલ 13 લોકો સામે ગુનો નોંધ્યો હતો. જે પૈકી એક હતો ભૌતિક પટેલ ઉર્ફે ભાવું. જેનો હત્યામાં મુખ્ય રોલ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. આરોપીઓની કસ્ટડી પૂર્ણ થતા જેલ મોકલવામાં આવ્યા હતા. થોડા સમય જેલવાસ ભોગવ્યા બાદ આરોપીઓ જામીન પર મુક્ત થયા હતા. જેમાં ભૌતિક પટેલ પણ જામીન પર મુક્ત થયો હતો.


મૃતક નિમેષ પટેલનો ભાઈ કલ્પેશ પટેલ બદલો લેવા માંગતો હતો. ભાઈની હત્યાનો બદલો લેવા માટે તેણે પ્લાન બનાવ્યો હતો.  5 કરોડ રૂપિયાની સોપારી આપી ભૌતિકને ઠેકાણે પાડવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. ભૌતિકને સરળતાથી મારી શકાય તે માટે તેના જ મિત્રોનો સહારો લેવામાં આવ્યો હતો. મિત્રોની મદદથી તારીખ 6 એપ્રિલ 2023ના રોજ તેને ગણદેવી ચાર રસ્તા પાસે આવેલા દેવકૃપા એપાર્ટમેન્ટમાં પાર્ટી કરવાના બહાને બોલાવ્યો હતો. જેમાં આરોપી હર્ષ ઉર્ફે સિકંદર ટંડેલ દ્વારા ભૌતિક ઉપર ચપ્પુ અને તલવાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.