Navsari: વધતી મોંઘવારીને કારણે ચોરો સોના ચાંદી અને રોકડને બાદ કીમતી તેલ અને અનાજના ચોરીમાં હાથ અજમાવ્યો છે. ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં તેલની ચોરી શરૂ થઈ છે. નવસારીના ચીખલીના અનાજના ગોડાઉનમાંથી 72 નંગ તેલના ડબ્બાની ચોરી કરીને જતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. 1,77,930 રૂપિયાની કિંમતના તેલના 72 ડબ્બા  સહિત 11 જવના કટ્ટા પર તસ્કરો ચોરી ગયા હતા. ટોળકીએ પિક અપમાં ચોરી કરી નાસી જતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.


સુરતમાં ભારે વરસાદથી ખાડી બે કાંઠે થઈ વહેતી, કિનારે રહેતા લોકોને કરાયા સાવચેત


દક્ષિણ ગુજરાત અને સુરતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ખાડી બંને કાંઠે વહેતી થઈ છે. કિમ,કામરેજ, કોસંબા,બારડોલીમાં વરસતા વરસાદનું પાણી સુરતની ખાડીમાં આવે છે. હાલ સુરતમાંથી પસાર થતીમીઠી અને ભેદવાડ ખાડી બન્ને કાંઠે વહેતી થતાં ખાડી કિનારે રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. શહેરમાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા પાણીને પાઇપલાઇન મારફતે ઉલેચીને ખાડીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. સુરત જિલ્લાના કામરેજ, બારડોલીમાં વરસતા વરસાદની પાણીની આવક આ ખાડીમાં થાય છે અને સુરત શહેરમાંથી આ ખાડી પસાર થઈ સમુદ્ર તરફ આગળ વધે છે. સુરતમાં છેલ્લા બે વર્ષ થી ખાડીપુર નો ખતરો તોળાઈ રહ્યો છે.આ વર્ષે પણ થોડા વરસાદમાં જ ખાડી બંને કાંઠે વહેવા લાગી છે. જેથી વિપક્ષ દ્વારા ખાડી ડ્રેજિંગનું કામ કાગળ પર જ કરવામાં આવ્યું  હોવાનો આરોપ લગાવાયો છે.




આ પણ વાંચોઃ


IND vs ENG, 5th Test: જો રૂટને મોહમ્મદ સિરાજે આ રીતે કર્યો આઉટ, જુઓ વીડિયો


Photos: ઓવૈસીના ગઢમાં ભાજપનો હુંકાર, યોગી આદિત્યનાથે હૈદરાબાદના ભાગ્યલક્ષ્મી મંદિરમાં કરી પૂજા


Vinayak Chaturthi 2022: વિનાયક ચતુર્થી પર બની રહ્યા છે બે શુભ યોગ, જાણો મુહૂર્ત અને પૂજા વિધિ


Covid-19 New Symptoms: કોરોનાને લઈ વિશેષજ્ઞોએ આપી જાણકારી, આ અંગમાં દર્દ થતું હોય તો થઈ જાવ સાવધાન


Maharashtra Politics: એકનાથ શિંદેએ શિવસેના ધારાસભ્યો માટે જાહેર કર્યો વ્હીપ, વિધાનસભામાં  BJP ઉમેદવારનો વોટ આપવાનો આદેશ